News Portal...

Breaking News :

અલકાપુરી રેલવે ગરનાળાનો ગેરકાયદે કોમર્શિયલ ઉપયોગ કરીને આર્થિક લાભ લેવાનો વડોદરા સેવાસદનને ભારે પડ્યો

2025-08-01 17:42:59
અલકાપુરી રેલવે ગરનાળાનો ગેરકાયદે કોમર્શિયલ ઉપયોગ કરીને આર્થિક લાભ લેવાનો વડોદરા સેવાસદનને ભારે પડ્યો


વડોદરા મહાનગરપાલિકાને રેલવે તંત્રને તાત્કાલિક રૂપિયા ૧.૮૭ કરોડ ચૂકવવાના કોટૅ હુક્મ ક્યોં હતો. 



શહેરના પુર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતા અલકાપુરી ગરનાળાનો ગેરકાયદે કોમશિયલ ઉપયોગ કરીને આર્થિક લાભ લેનાર વડોદરા મ્યુનિ. કોર્પો. વિરુધ્ધ રેલવે વિભાગે એ કોર્ટમાં વળતર માટે દાવો કર્યો હતો જેમાં કોર્ટે રેલવે વિભાગની તરફેણમાં ચુકાદો આપી વડોદરા કોર્પોરેશનને ૧.૮૭ કરોડથી વધુ નાણાં ચુકવવાનો અને તેમાં ચુક થાય તો પછી જયારે પણ નાણાં ચુકવે તે સમયે વધુ ૯ ટકા વ્યાજ સાથે ચુકવવાનો આદેશ કર્યો હતો.વડોદરા રેલવે સ્ટેશન પાસે આવેલું અલકાપુરી ગળનાળું જે અલકાપુરી કલ્વર્ટ બ્રિજ નંબર ૫૯૦ નામે ઓળખાય છે તે ગત ૧૮૭૫માં રેલ્વે મારફતે બનાવવામાં આવેલ હતું અને તેની માલિકી આજદિન સુધી રેલવેની છે.  


રેલ્વે તથા સિનિયર ડિવિઝન કોમર્શિયલ મેનેજર વેસ્ટર્ન રેલ્વે પ્રતાપનગર દ્વારા અત્રે સવિલ કેસમાં પ્રિસાઈડિંગ ઓફિસર કોમર્શિયલ કોર્ટ તથા પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ જે.જે.ભટ્ટની કોર્ટમાં વડોદરા મહાનગર સેવાસદન વિરુધ્ધ અલકાપુરી ગળનાળાની માલિકી રૂપિયા ૧૮%ના વાર્ષિક વ્યાજ સાથે રિકવર કરવા માટે દાવો કરાયો હતો.આ દાવાના કામે તમામ પ્રકારના પુરાવાઓ બંને પક્ષકારોએ રજૂ કરેલ હતા. પુરાવાના અંતે દલીલો બાદ કોર્ટે વેસ્ટર્ન રેલ્વે વડોદરાની તરફેણમાં હાલનો દાવો અંશત: મંજૂર કરેલ છે અને અલકાપુરી ગરનાળાની કાયદેસરની માલિકી વેસ્ટર્ન રેલવેની છે તેવું ઠરાવેલ છે. સાથે સાથે વડોદરા મ્યુનિ. કોર્પોરેશનને જે કોમર્શિયલ અલકાપુરી ગળનાળાનો ઉપયોગ કોમર્શ અનઅધિકૃત રીતે આવક મેળવી હતી જે આવક પરત કરવા કોર્ટે હુકમ કર્યો હતો..

Reporter: admin

Related Post