વડોદરા શહેરનું ટ્રાફિક નિયમન તંત્ર રામ ભરોસે ચાલી રહ્યું છે, ગરમી ને કારણે બપોરના સમયે એક થી ચાર કલાક દરમિયાન ટ્રાફિકની લાઈટો બંધ કરી દેવામાં આવે છે જેથી કરીને બપોરના સમયે એક જ મોકલ જઈ રહેલા વાહન ચાલકોને તડકાનો અનુભવ થાય નહીં.
સવારે 8 થી 11 અને સાંજે ચાર થી આઠ વચ્ચે નોકરી ધંધાના જવા આવવાના પિક અવર દરમિયાન પણ ટ્રાફિક બ્રિગેડના ફરજ પરના યુવક યુવતી તેમ જ ટ્રાફિક પોલીસના પુરુષ કે મહિલા પોલીસ કર્મચારી કે અધિકારી વાહનો ઉપર બેસીને ટેલીફોન ઉપર ગપગોળા મારતા નજરે જોવા મળે છે, ટ્રાફિક નિયમન માટે ફરજ ઉપરના મોટા ભાગના કર્મચારી તરીકે અધિકારીઓના હાથમાં સતત મોબાઈલ નિહાળતા નજરે ચડે છે.
તુલસી ધામ ચાર રસ્તા જ્યુપિટર ચાર રસ્તા, ડેરી સર્કલ ખાતે કોઈ પોલીસ વાળુ નજરે ચઢતું નથી ,જ્યારે ભારે વાહન આવે ત્યારે જ ઉભા થઇ ને પકડવા જાય છે.
વડોદરા શહેરમાં જે સ્થળોએ ભારધારી વાહનોનું પ્રતિબંધ છે ત્યાં પણ માતેલા સાંઢની માફક ડમ્ફર અને ટ્રકો દોડતી હોય છે
જ્યાં ગેરકાયદેસર મુસાફરો વાહનોમાં ભરાય છે ત્યાં પોલીસ નજરેય મારતી નથી. અમિત નગર સર્કલ માણેક પાર્ક શુસેન, આજવા રોડ સોમા તળાવ થી વહેલી સવારથી જ ખાનગી વાહનચાલકો મુસાફરોની અમદાવાદ વડોદરા વચ્ચે ફેરી મારતા હોય છે,
તાજેતરમાં જ વડોદરા થી અમદાવાદ જઈ રહેલી મારતી એક એક ગાડીને ગમખ્વાર અકસ્માત સર્જાતા તેમાં સવાર 10 જેટલા મુસાફરો મોતના મુખમાં ધકેલાઈ ગયા હતા. ગણતરીના દિવસો માટે ટ્રાફિક પોલીસ એ અભિયાન એ આંખ દરિયું હતું પરંતુ હવે પરિસ્થિતિ પુનઃ યથાવત બની ગઈ છે.
જો કોઈ મહત્વના vip વડોદરા શહેરની મુલાકાત આવે છે ત્યારે તેમના રૂટ ઉપર પોલીસનો કડક બંદોબસ્ત ઉભો કરી દેવામાં આવે છે પરંતુ વીઆઈપી વડોદરા શહેર છોડીને જાય કે તુરંત જેસે થે એવું થઈ જાય છે.
વડોદરા શહેરમાં ટ્રાફિકનો નિયમન માટે તમામ ચાર રસ્તાઓ ઉપર બાજ નજર રાખવા માટે cctv કેમેરા ગોઠવવામાં આવ્યા છે. ઝીબ્રા ક્રોસિંગ પર વાહન ઉભો હોય તો મેમો ઘરે આવી જાય છે, પરંતુ કેટલાક સ્થળોએ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંધન કરીને ઉર ઝડપે વાહન હકારી જાય છે તો તેની ઉપર ના જવાનો કે ટ્રાફિક પોલીસ ખૂણામાં બેસી તમાશો જોઈ રહે છે.
Reporter: News Plus