૧૮ એપ્રિલ ૨૦૨૫ ના રોજ વિશ્વ વારસા દિવસ નિમિત્તે, વડોદરાના પ્રતાપનગર ખાતે સ્થિત રેલ્વે હેરિટેજ મ્યુઝિયમ, રોલિંગ સ્ટોક પાર્ક અને હેરિટેજ પાર્ક સવારે ૯ થી સાંજે ૫ વાગ્યા સુધી જાહેર જનતા માટે મફતમાં ખુલ્લુ મૂકવામાં આવશે.

સિનિયર ડિવિઝનલ મિકેનિકલ એન્જિનિયર ભજન લાલ મીણાએ જણાવ્યું હતું કે પ્રતાપનગરનું આ રેલ્વે મ્યુઝિયમ ખૂબ જ ખાસ છે કારણ કે ભારતીય રેલ્વેનો જૂનો નેરોગેજ વારસો અહીં સચવાયેલો છે. આ સંગ્રહાલય આવનારી પેઢીઓને રેલ્વે ઇતિહાસ સાથે સંબંધિત બાબતો બતાવવા અને સમજાવવામાં મદદ કરશે.રેલવે વિભાગે વડોદરાના તમામ નાગરિકોને આ ઐતિહાસિક વારસાને જોવા અને તેનો લાભ લેવા વિનંતી કરી હતી









Reporter: admin







