News Portal...

Breaking News :

પૂરને લઈ વડોદરાવાસીઓનો ફફડાટ યથાવત, પાલિકાનાં હોદ્દેદારોનાં વચન-વાયદા ઉપર ભરોસો રહ્યો નથી

2025-05-05 10:44:46
પૂરને લઈ વડોદરાવાસીઓનો ફફડાટ યથાવત, પાલિકાનાં હોદ્દેદારોનાં વચન-વાયદા ઉપર ભરોસો રહ્યો નથી


વિશ્વામિત્રીમાં માંડ 58 ટકા જ કામ થયું છે 
શહેરમાંથી ભેગા થતા વરસાદી પાણીનાં નિકાલ માટેનાં ચાર ઝોનની કાંસની સફાઈ કેટલી થઈ છે તેની કોઈ માહિતી કેમ જાહેર થતી નથી? ચાર ઝોનની તમામ વરસાદી કાંસ ઉપરથી દબાણ દૂર કરીને સફાઈ અનિવાર્ય છે....
ચોમાસુ નજીક હોય ત્યારે વડોદરાની જનતાને બીક લાગવા માંડે છે.તંત્ર ઉપરથી ભરોસો તૂટી ચુક્યો છે... 



શહેરીજનોને આગામી ચોમાસામાં પૂરથી બચાવવા માટે પ્રજાના ખર્ચે અને જોખમે શરુ કરાયેલા 1200 કરોડના વિશ્વામિત્રી પ્રોજેક્ટ 100 દિવસમાં પુરો કરવાનો છે અને તેમાં 58 ટકા કામગીરી કરાઇ હોવાનો કોર્પોરેશનના અધિકારીઓએ મુખ્યમંત્રી સમક્ષ દાવો કર્યો છે. અધિકારીઓએ મુખ્યમંત્રીને ફોડ પાડ્યો નથી કે આ કામગીરી એક તરફની છે કે તમામ કુલ કામગીરી છે. કારણ કે વિશ્વામિત્રીમાં એક જ તરફી એટલે કે એક બાજુની નદીમાં જ કાર્યવાહી કરાઇ છે પણ બીજી બાજુની કાર્યવાહી હજુ તો શરુ જ થઇ નથી. તેમાં ઘણાં પ્રશ્નો છે. આ બાજુની વિશ્વામિત્રીની સફાઇ માટે જમીનની મેપીંગ જ થઇ નથી. કેટલીક જગ્યાએ તો ખાનગી જમીનો પણ આવેલી છે પણ સરકાર અને વડોદરાવાસીઓને મૂર્ખ સમજતા કોર્પોરેશનના અધિકારીઓ અત્યાર સુધી 58 ટકા કામ થયું હોવાનો દાવો કર્યો છે. 


હવે માંડ એક મહિના કરતા ઓછો સમય રહ્યો છે. ત્યારે માંડ 58 ટકા કામ થયું છે,તો 100 ટકા કામ ક્યારે થશે તે કોઇને ખબર નથી. 10 જૂન પહેલાં કોઇ પણ સંજોગોમાં કામ પુરુ કરવું જરુરી છે પણ વિશ્વામિત્રીના કિનારે ઝાડીઝાખરા કાઢવામાં આવે છે પણ પૂરને કઇ રીતે રોકી શકાશે તે કોઇને ખબર નથી. વિશ્વામિત્રીના કિનારે ઉભા થઇ ગયેલા માલેતુજારોના બંગલા, બિલ્ડીંગો, હોટલોના ગેરકકાયદેસર દબાણો તોડવા જરુરી છે પણ કોર્પોરેશને હજી સુધી ગેરકાયદેસરના દબાણો તોડ્યા નથી. પૂર્વ કમિશનર દીલીપ રાણાએ પણ આ વિશ્વામિત્રી પ્રોજેક્ટથી 40 ટકા જ ફાયદો થશે તેમ જણાવેલું છે અને હાલના કમિશનર અરુણ મહેશ બાબુ પણ પૂર ના આવે તેટલે ભગવાનને પ્રાર્થના કરો તેમ કહી રહ્યા છે ત્યારે પ્રજા પણ મુંઝવણમાં જોવા મળી છે કે ખરેખર આ ચોમાસામાં પૂર આવશે કે કેમ. ગયા વર્ષે ચોમાસામાં 3 વખત પૂરનો ભોગ બની ચુકેલી વડોદરાની જનતા માટે ચોમાસુ જ્યારે નજીક હોય ત્યારે બીક લાગવા માડે છે કારણ કે તંત્ર પર તેનો ભરોસો ઉઠી ચુક્યો છે.

Reporter: admin

Related Post