વડોદરા : આગામી દિવસો માં માતા જગદંબાનો પર્વ નવરાત્રી શરૂ થવા જઈ રહ્યો છે, ત્યારે વડોદરા શહેરમાં વિવિધ જગ્યાઓ પર ગરબા આયોજકો દ્વારા ગરબાની તૈયારીઓની શરૂઆત કરવામાં આવી છે.

વડોદરાના મોટા જાણીતા ગરબા એવા વી એન એફ વડોદરા નવરાત્રી ફેસ્ટિવલ યોજાય છે, ત્યારે આજ રોજ નવલખી મેદાન ખાતે વડોદરા નવરાત્રી ગરબાનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું. આ ગરબાના મુખ્ય આયોજક મયંક પટેલ તથા તેમની ટીમ દ્વારા રાખવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં લોકો ભૂમિ પૂજન ખાતે ઉપસ્થિત રહ્યા હતા. વડોદરા શહેરના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જય પ્રકાશ સોની વડોદરા મહાનગર પાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ દંડક શૈલેષ પાટીલ તથા વિવિધ મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા

ત્યારબાદ ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું જ્યારે વરદાન નવરાત્રી ફેસ્ટિવલ દરવખત ર્ની જેમ પણ આ વર્ષે ખૂબ ધૂમધામથી યોજાય તેવી શુભેચ્છાઓને આમંત્રણ આપવામાં આવ્યો હતો ખેલૈયાઓ માટે વિવિધ સુવિધાઓ અને સુરક્ષા માટે તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવશે તેવી બાહેધરી આપવામાં આવી હતી જેથી કરીને આજે નવલખી મેદાન ખાતે નવરાત્રા ફેસ્ટિવલ ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું.



Reporter: admin







