News Portal...

Breaking News :

વીર શહીદ સોમાભાઈ પંચાલ અને ભગવાનદાસ રાણાને પાલિકા દ્વારા શ્રદ્ધાંજલિ

2026-08-18 11:07:06
વીર શહીદ સોમાભાઈ પંચાલ અને ભગવાનદાસ રાણાને પાલિકા દ્વારા શ્રદ્ધાંજલિ

વડોદરા: દેશની આઝાદીની લડત દરમિયાન 18 ઓગસ્ટ, 1942ના રોજ બ્રિટિશ પોલીસની ગોળીબારમાં શહીદ થયેલા વડોદરાના વીર સપૂતો સોમાભાઈ પંચાલ અને ભગવાનદાસ રાણાના બલિદાન દિવસ નિમિત્તે કોઠીપોળ ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો.

વડોદરા મહાનગરપાલિકાની પરંપરા મુજબ યોજાયેલા આ કાર્યક્રમમાં મેયર ગીતાબેન મકવાણાની આગેવાની હેઠળ બંને વીર શહીદોને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

આઝાદીની લડત દરમિયાન કોઠીપોળ વિસ્તારમાંથી વિશાળ સરઘસ નીકળ્યું હતું. સરઘસને રોકવા માટે બ્રિટિશ પોલીસે કાર્યવાહી કરી હતી, જેનો ક્રાંતિકારીઓએ વિરોધ કર્યો હતો. આ દરમિયાન ‘ભારત માતા કી જય’ અને ‘વંદે માતરમ’ના નારા વચ્ચે સોમાભાઈ પંચાલ અને ભગવાનદાસ રાણાએ દેશ માટે પોતાના પ્રાણોની આહુતિ આપી હતી.

આ પ્રસંગે બંને શહીદોના અમર બલિદાનને યાદ કરી તેમને શ્રદ્ધાપૂર્વક નમન કરવામાં આવ્યું હતું.

Reporter: admin

Related Post