News Portal...

Breaking News :

વડોદરામાં દબાણો પર પાલિકાની તવાઈ

2026-08-19 14:47:27
વડોદરામાં દબાણો પર પાલિકાની તવાઈ

વડોદરા મહાનગરપાલિકાની દબાણ અને સિક્યુરિટી શાખા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં રોડની બંને બાજુ કરવામાં આવેલા દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. કાર્યવાહી દરમિયાન લારી-ગલ્લા, કેરેટ, છત્રી, તંબુ, બોર્ડ સહિતનો પરચુરણ સામાન જપ્ત કરવામાં આવ્યો હતો.

વોર્ડ નં. 13માં ખંડેરાવ માર્કેટ ચાર રસ્તાથી સિદ્ધનાથ તળાવ થઈ જય રત્ન બિલ્ડિંગ સુધીના રોડની બંને બાજુ આવેલા દબાણો દૂર કરવામાં આવ્યા હતા.

વોર્ડ નં. 2માં અભિલાષા ચાર રસ્તાથી પૃથ્વી સર્કલ કેનાલ સુધીના વિસ્તારમાં સર્કલથી 30 મીટરની હદમાં આવેલા લારી-ગલ્લા હટાવવામાં આવ્યા હતા. આ દરમિયાન લારી, કેરેટ, છત્રી સહિતનો પરચુરણ સામાન જપ્ત કરવામાં આવ્યો હતો.

વોર્ડ નં. 10માં વાસણા પંચમુખી ચાર રસ્તા તેમજ પંચમુખી હનુમાન મંદિરની આસપાસ કાર્યવાહી કરવામાં આવી હતી. અહીંથી તંબુ, બોર્ડ અને છત્રી સ્ટેન્ડ જપ્ત કરવામાં આવ્યા હતા. તેમજ વાસણા-ભાયલી રોડ અને બ્રાઇટ ડે સ્કૂલ નજીકના લારી-ગલ્લા અને કાંટી જમા લઈ શેડ દૂર કરવામાં આવ્યા હતા.

આ ઉપરાંત ભાયલી કેનાલ નજીક પણ દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી લારી-ગલ્લા તથા પરચુરણ સામાન જપ્ત કરવામાં આવ્યો હતો. મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા શહેરમાં જાહેર માર્ગો પરના દબાણો સામે કાર્યવાહી આગળ પણ ચાલુ રાખવામાં આવશે.

Reporter: admin

Related Post