News Portal...

Breaking News :

નંદેસરી પોલીસે રૂ.7.01 લાખના દારૂના મુદ્દામાલ સાથે બે ઝડપ્યા

2026-08-19 14:56:21
નંદેસરી પોલીસે રૂ.7.01 લાખના દારૂના મુદ્દામાલ સાથે બે ઝડપ્યા

નંદેસરી પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિ સામે કાર્યવાહી કરતા ભારતીય બનાવટના વિદેશી દારૂના 2,112 પ્લાસ્ટિકના ક્વોટરીયા સહિત કુલ રૂ.7,00,962ના મુદ્દામાલ સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા છે.

નંદેસરી પોલીસની ટીમ તા.17 ઓગસ્ટના રોજ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન દિલ્હી-મુંબઈ ભારતમાલા એક્સપ્રેસ હાઇવે પરથી ફાજલપુર ટોલનાકા તરફ ઉતરતા રોડ પર શંકાસ્પદ લાલ રંગની હ્યુન્ડાઇ ક્રેટા કાર નંબર GJ-15-CF-1187 મળી આવી હતી. પોલીસે કાર રોકી તપાસ કરતા તેમાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

પોલીસે કારમાં સવાર સંજયભાઇ વિક્રમભાઇ ચુડાસમા (ઉં.30) અને *વિક્રમ વલ્લભભાઇ ઢાપા (ઉં.30)*ને ઝડપી પાડ્યા હતા. પોલીસે તેમની પાસેથી દારૂના કુલ 2,112 પ્લાસ્ટિકના ક્વોટરીયા, કિંમત રૂ.4,60,362, ચાર મોબાઇલ ફોન કિંમત રૂ.40,000 અને હ્યુન્ડાઇ ક્રેટા કાર કિંમત રૂ.2 લાખ મળી કુલ રૂ.7,00,962નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

પકડાયેલા આરોપીઓ પૈકી સંજયભાઇ ચુડાસમા ગોધરા રેલવે પોલીસ સ્ટેશનમાં અ.હે.કો. તરીકે ફરજ બજાવતા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. બંને આરોપીઓ સામે નંદેસરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે.


પોલીસની નોકરી, દારૂની હેરાફેરીમાં સંડોવણીનો આરોપ

ડેરોલ રેલવે સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ સંજય વિક્રમભાઈ ચુડાસમા વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપાતા પોલીસ તંત્રમાં ચકચાર મચી છે. નંદેસરી પોલીસે ફાજલપુર ટોલનાકા નજીક ક્રેટા કાર રોકી તપાસ કરતાં 2,112 ક્વાર્ટર વિદેશી દારૂ મળી આવ્યો હતો, જેની કિંમત રૂ.4.60 લાખ હોવાનું પોલીસે જણાવ્યું છે. પોલીસે સંજય ચુડાસમા અને વિક્રમ વલ્લભ ઢાપાની ધરપકડ કરી છે. સમગ્ર મામલે દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો અને કોને પહોંચાડવાનો હતો તે અંગે તપાસ ચાલી રહી છે. દારૂની હેરાફેરીના નેટવર્કમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે.

Reporter: admin

Related Post