વડોદરા મીડિયા ક્લબ હંમેશા પોતાની સામાજિક જવાબદારી નિભાવતુ આવ્યું છે.જેથી જ પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં નિર્દોષોની નિર્મમ હત્યાને પગલે સહાનુભૂતિ વ્યક્ત કરવા તેમજ તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવા વડોદરા મીડિયા ક્લબ દ્વારા વિશ્વ વિખ્યાત ગાયક અતુલ પુરોહિતના કંઠે સુંદરકાંડના પાઠ નું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.

જે સંદર્ભમાં આજે સયાજીગંજ સ્થિત જીતો ભવન ખાતે મીડિયા ક્લબના પદાધિકારીઓ અને સભ્યોની એક વિશેષ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં કાર્યક્રમની રૂપરેખા વિશે વિશેષ ચર્ચા કરવામાં આવી હતી.ઉલ્લેખનીય છે કે વડોદરા મીડિયા ક્લબ દ્વારા આયોજિત સુંદરકાંડ પાઠ તારીખ 4 ના રોજ રવિવારે રાત્રે 8 વાગ્યે સુરસાગર સ્થિત પર્ફોર્મિંગ આર્ટસ ફેકલ્ટી બહાર યોજાશે.






Reporter: admin