News Portal...

Breaking News :

પીઆરએસ કાઉન્ટર્સ પર 40% ડિજિટલ ચૂકવણી વડોદરા મંડળ સાથે તમામ મંડળથી અગ્રેસર

2025-07-02 17:08:20
પીઆરએસ કાઉન્ટર્સ પર 40% ડિજિટલ ચૂકવણી વડોદરા મંડળ સાથે તમામ મંડળથી અગ્રેસર


વડોદરા : ગત તા. 29 જૂન 2025ના રોજ પશ્ચિમ રેલ્વેના વિવિધ મંડળોમાં પીઆરએસ કાઉન્ટર્સ પર ડિજિટલ ચૂકવણી સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં વડોદરા મંડળ 40% ડિજિટલ ચૂકવણી સાથે તમામ મંડળથી અગ્રેસર  રહ્યું હતું.  



વડોદરા ડિવિઝન હેઠળ અંકલેશ્વર (89.54%), ગોધરા (82.78%) અને વડોદરા (59.31%) સ્ટેશન્સએ ડિજીટલ ચૂકવણીના ક્ષેત્રે સારી કામગીરી બજાવી છે. વડોદરા ડિવિઝન દ્વારા યાત્રીઓને ડિજિટલ પેમેન્ટ માટે સતત સલાહ આપવામાં આવી રહી છે. ડિજિટલ ટ્રાન્ઝેક્શન અંગે લોકોમાં જાગરૂકતા લાવવા માટે સ્ટ્રીટ નાટકોનું આયોજન કરવામાં આવ્યું છે. 


ડિજિટલ પેમેન્ટના ફાયદાની જાણકારી આપવા માટે વિવિધ મુખ્ય સ્ટેશનો પર પોસ્ટરો અને નોટિસો લગાવવામાં આવી છે. બોર્ડ દ્વારા સમય-સમય પર વિશેષ જાગરૂકતા અભિયાન કરવામાં આવી રહ્યા છે, જેનો ઉદ્દેશ્ય મુસાફરોને રોકડ ચૂકવણીથી દૂર કરી ડિજીટલ ચુકવણી પ્રતિ પ્રોત્સાહિત કરવાનો છે.

Reporter: admin

Related Post