વડોદરા : નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારીએ રમજાન માસમાં બાળકોના શાળામાં આવવા ના સમયમાં ફેરફાર કરતો પરિપત્રજાહેર કર્યોં હતો.

વર્ષોથી આ પ્રકારેજ પરિપત્ર બહાર પાડતો હોવાની શાસનાધિકારી નો દાવો છે.પરિપત્ર નેં લઇ ને vhp લાલઘૂમ થયુ છે , આ પરીપત્ર રદ કરવા ની માંગ સાથે આવેદન પત્ર અપાયું છે.મુસ્લિમ બહુમૂલ વાળી સ્કૂલો માટે પરિપત્ર બહાર પડાયો છે.જે સ્કૂલો માં 80 ટકા જેટલા મુસ્લિમ બાળકો ભણે છે તેવીજ સ્કૂલો માટે પરીપત્ર જારી કરાયો છે.પરિપત્રને લઈ આગામી ૨ દિવસમાં બોર્ડ બેઠક બોલાવવાનો નિર્ણય કર્યો છે.

બોર્ડ બેઠકમાં શાળાના સમયમાં ફેરફાર કરવો કે નહીં તે અંગે નિર્ણય કરાશે.શિક્ષણ સમિતિ ની ૧૨૦ માંથી ૧૦ શાળામાં મુસ્લિમ બાળકોની સંખ્યા વધુ છે.જો એક સમાજ માટે આ પ્રકારનો નિર્ણય લેવાય તો અસંગતતા દેખાય તેવું ચેરમેનનું નિવેદન છે.આ મામલે વિશ્વ હિન્દુ પરિષદ આવ્યું મેદાનમાં આવી ને કહ્યું કે,સરકાર ત્રુસ્તીકરણની નીતિ અપનાવી રહી છે.પરિપત્ર રદ કરવાની vhp ની માંગ છે.




Reporter: