News Portal...

Breaking News :

રાણાજીને વડોદરા ફળ્યું,પરંતુ વડોદરાવાસીઓને રાણાજી ફળ્યા નહી રાણાજીને કારણે પૂરમાં 25 હજાર કરોડનું નુકશાન થયું

2025-04-13 08:47:53
રાણાજીને વડોદરા ફળ્યું,પરંતુ વડોદરાવાસીઓને રાણાજી ફળ્યા નહી રાણાજીને કારણે પૂરમાં 25 હજાર કરોડનું નુકશાન થયું


રાણાજી ખાલી હાથે આવ્યા હતા, કોથળો ભરીને ગયા..

વડોદરાથી તગેડી મુકાયેલા કમિશનર રાણાજીને ફેરવેલ પાર્ટી આપવામાં પણ તેમના જ માનીતા અધિકારીઓનું મન માનતું ન હતું.. અને તેથી રાણાજીએ જાતે જ પોતાની ફેરવેલ પાર્ટીનું શુક્રવારે સાંજે પાલિકાનાં કમિશનર બંગલાનાં ગાર્ડનમાં જ, કોઈને ખર્ચે અને જોખમે આયોજન કરી નાખ્યું હતું. પોતાના મળતીયા અધિકારીઓને બોલાવીને તાગડધીન્ના કર્યા હતા. સામાન્ય રીતે કોઇ અધિકારી વિદાય લે તો તેમની હાથ નીચેના અધિકારીઓ પોતાના સાહેબને ફેરવેલ પાર્ટી આપતા હોય છે. પણ રાણાજી વિદાય થયા એટલે અધિકારીઓએ પણ રંગ બદલી લીધો હતો અને પોતાના સાહેબને ફેરવેલ પાર્ટી આપી ન હતી. તેથી લોકોને સારુ લગાડવા અને સારો સંદેશ જાય એટલે રાણાજીએ પોતે જ ફેરવેલ પાર્ટીનું આયોજન કર્યું હતું. 


રાણાજી ભલે વડોદરામાં ખાલી હાથે આવ્યા હોય પણ કોથળા ભરીને વડોદરાથી જશે.સૌનો સાથ, રાણાજીનો વિકાસ. રાણાજીએ કોર્પોરેશનના કેટલાક ભાગબટાઈવાળા અધિકારીઓને ફેરવેલ કમ જન્મદિવસની પાર્ટીનું આમંત્રણ મોકલ્યું હતું. કેટલાક જ અધિકારીઓ પાર્ટીમાં પહોંચ્યા હતા. જે પાર્ટીમાં ગયા હતા તે મોટાભાગના રોજબરોજનાં કારભારાવાળા હતા. કેટલાક ભાગબટાઇવાળા હતા. કેટલાક તો નિવૃત્ત અધિકારીઓ પણ હતા. કેટલાક વીઆરએસ લઇ લીધેલા અધિકારીઓ પણ હતા. રાણાજીએ પોતાના બંગલે ગોઠવેલી પોતાની જ ફેરવેલ પાર્ટીમાં આ મીલીભગતવાળા અધિકારીઓ સાથે ગુફ્તગુ કરી હતી. બહારથી ખાસ તૈયાર  રોયલ ભોજન મળતીયાઓ માટે મંગાવાયું હતું. જો કે રાણાજીએ કોઇ નેતાને પોતાની ફેરવેલ પાર્ટીમાં બોલાવ્યા ન હતા.બોલાવ્યા હોય તો આવ્યા ન હતા મેયર, ચેરમેન,પ્રમુખ સહિતના પદાધીકારીઓ પણ પાર્ટીમાં જોવા મળ્યા ન હતા. જે નેતાઓએ રાણાજીના જન્મદિવસ અને વિદાય થતાં શભેચ્છા આપતી કે અભિનંદન આપતી પોસ્ટ સોશિયલ મીડિયામાં કરી હતી. તેમને પણ રાણાજીએ ફેરવેલ પાર્ટીમાં બોલાવ્યા ન હતા. નેતાઓ અને પદાધીકારીઓને તો રાણાજી ક્યારેય ગાંઠતા ન હતા. છેલ્લા દિવસે પણ ગાંઠ્યા ન હતા. બધો ભાગ પોતાને જ જોઇતો હતો. નેતાઓ સાથે સારો સંબંધ હોય તો ભાગમાં પણ તેમની સાથે સંબંધ રાખવો પડે તે સ્વાભાવિક છે. એટલે જ જેમની પાસે રાણાજીનો બે વર્ષ સુધી આર્થીક વ્યવહાર રહેતો,તેવા અધિકારીઓ મોટાભાગે આવેલા દેખાયા હતા. આંખે ઉડીને વળગે તેવી વાત એ હતી કે પાર્ટીમાં કેટલાક નિવૃત થયેલા તથા વીઆરએસ લીધેલા ભ્રષ્ટ અધિકારીઓની વિશેષ ઉપસ્થિતી હતી,એટલું જ નહી તેઓએ વોચડોગની ભૂમિકા ભજવી હતી. પાર્ટીમાં ઘણા શંકાશીલ માણસોની પણ ઉપસ્થિતી જોવા મળી હતી. વડોદરાવાસીઓને યાદ હશે કે રાણાજીએ તેમના 2 વર્ષના કાર્યકાળમાં દોઢ વર્ષ તો તેમણે કેમ્પ ઓફિસમાં જ ધામા નાખ્યા હતા અને ખાનગીમાં વહિવટ કર્યો હતો. કેમ્પ ઓફિસમાં મળતીયા અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની સતત અવરજવર રહેતી હતી. કમિશનરનાં બંગલામાં જ કેમ્પ ઓફિસમાં જ કરોડોની ઉથલપાથલ થતી હતી. તેઓ મનમાની કરીને કમિશનર કચેરી આવતા હતા. તેઓ સોમ અને ગુરુવારે સાંજે એમ સપ્તાહ માં બે દિવસ જ પ્રજાની સમસ્યા ઉકેલવા પોતાની ઓફિસમાં જોવા મળતાં. તેમને પ્રજાના સળગતા પ્રશ્નોનો ઉકેલ લાવવામાં કોઇ જ રસ ન હતો. મૂહુર્ત સારુ હોય અને મળવા આવેલા અરજદારનું કિસ્મત સાથ આપતું હોય તો વળી રાણાજી તેને મળી જતા હતા. જો કે  લોભિયા કોન્ટ્રાકટર, ભ્રષ્ટ અધિકારીઓ કે જે ભાગબટાઈમાં સંડોવાયેલા હતા તેમને તેઓ અચૂક જ મળતા હતા. છેલ્લા દિવસે નાયક-જીતેશ જેવા શંકાશીલ માણસોને મળ્યા તે ખુબ અગત્યની વાત એ છે. ફેરવેલ પાર્ટી પણ પોતે જાતે જ આપીને રાણાજીએ મન મનાવવું પડ્યું હતું. 



મુખ્યમંત્રી કચેરી અને એસીબીને પુરાવા આપવા તૈયાર છીએ...
રાણાજીએ તેમના 2 વર્ષના કાર્યકાળમાં દોઢ વર્ષ સુધી માત્રને માત્ર કેમ્પ ઓફિસમાંથી જ વહિવટ કર્યો હતો અને ત્યાં જ કરોડો રુપિયાની ઉથલપાથલ થતી હતી. ત્યાં જ ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની અવરજવર રહેતી હતી. કમિશનરના બંગલામાં આવેલા કેમ્પ હાઉસમાં જ તમામ વ્યવહારો થતાં હતા. કેમ્પ ઓફિસમાં મળતીયા અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની અવરજવર રહેતી હતી.. તેઓ મનમાની કરીને પાલિકાની કચેરીએ આવતા હતા. તેઓ સોમ અને ગુરુવારે સાંજે બે કલાક પ્રજાની સમસ્યા ઉકેલવા પોતાની ઓફિસમાં જોવા મળતાં હતા. તે સમયે પણ કોઈ અગત્યની મીટીંગ હોય, ગાંધીનગર જવાનું, કોઈ કાર્યક્રમ હોય, પાલિકામાં અગત્યની બેઠક હોય તો એ મળતા પણ ના હતા. તેમને પ્રજાના સળગતા પ્રશ્નોનો ઉકેલ લાવવામાં કોઇ જ રસ ન હતો. મૂહુર્ત સારુ હોય અને મળવા આવેલા અરજદારનું કિસ્મત સાથ આપતું હોય તો વળી રાણાજી તેને મળી જતા હતા. 

રાણાજીના જવાથી સૌથી વધુ જીતેશ ત્રિવેદીનો ગરાસ લૂંટાઇ ગયો...
રાણાજીએ પોતે આપેલી ફેરવેલ પાર્ટીમાં નિવૃત્ત ટીડીઓ જીતેશ ત્રિવેદી પણ જોવા મળ્યો હતો. અમે શરુઆતથી જ કહેતા હતા કે જીતેશ ત્રિવેદી અને રાણાજી વચ્ચે સાંઠગાંઠ છે અને આ સાંઠગાંઠ રાણાજીના છેલ્લા દિવસે પણ જોવા મળી હતી. રાણાજીના જવાથી સૌથી વધુ જીતેશ ત્રિવેદીનો ગરાસ લૂંટાઇ ગયો છે કારણ કે રાણાજીના પ્રતાપે જ તેણે બધો વહિવટ કર્યો હતો. વાચકોને યાદ હશે કે જીતેશ ત્રિવેદી નિવૃત્ત થઇ ગયો હોવા છતાં રાણાજીએ રાજ્ય સરકારની મંજુરી લીધા વગર જ જીતેશ ત્રિવેદીને કોર્પોરેશનમાં 2 વર્ષ સુધી ગેરકાયદેસર ફેર નિમણુંક  આપી હતી અને આ 2 વર્ષના ગાળામાં જીતેશે જે રીતે વહિવટ કર્યો હતો તે શંકાસ્પદ છે. રાણાજી અને જીતેશે સાથે મળીને વડોદરા શહેરમાં હાહાકાર મચાવ્યો હતો. એક નિવૃત્ત અધિકારી અને આઇએએસ વચ્ચેની આ સાંઠગાંઠ અંગે આખા શહેરમાં ચર્ચા થવા લાગી હતી. રાણાજી અને જીતેશ ત્રિવેદીના મામલે કોર્પોરેટર આશિષ જોશીએ નવાપુરા પોલીસ સ્ટેશન અને એસીબી સમક્ષ ફરિયાદ પણ કરેલી છે.અન્ય જાગૃત નાગરિકોએ પણ શહેરી વિકાસ,મુખ્યમંત્રી,એસીબીને ફરિયાદો કરી છે.સામે ચોમાસે,વિશ્વામિત્રી પ્રોજેક્ટનાં ચાલુ અભિયાનમાં દાદાએ, રાણાજીને વડોદરા છોડાવ્યું હતું.

Reporter: admin

Related Post