News Portal...

Breaking News :

વડોદરા રોજગાર કચેરી દ્વારા માર્ચ મહિનામાં ૧૦ તાલુકામાં કેમ્પ યોજી ૭૩૮ ઉમેદવારોની અનુબંધમ અને એનસીએસ પોર્ટલ પર નામ નોંધણી કરવામાં આવી

2025-04-01 17:49:36
વડોદરા રોજગાર કચેરી દ્વારા માર્ચ મહિનામાં ૧૦ તાલુકામાં કેમ્પ યોજી ૭૩૮ ઉમેદવારોની અનુબંધમ અને એનસીએસ પોર્ટલ પર નામ નોંધણી કરવામાં આવી


વર્ષ ૨૦૨૩માં ૪૧૭૪ અને વર્ષ ૨૦૨૪માં ૮૨૫૪ ઉમેદવારોની નામ નોંધણી કરવામાં આવી હતી

શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હસ્તકની નિયામક રોજગાર અને તાલીમ કચેરી હસ્તકની બે રોજગાર કચેરીઓ વડોદરા ખાતે કાર્યરત છે.જેમા ધો ૧૦ થી ઓછુ ભણેલા તેમજ ધો.૧૦,૧૨ પાસ, આઈટીઆઈ, ડીપ્લોમા, નોન ટેકનીકલ ગ્રેજ્યુએટ થયેલા ઉમેદવારો માટે તરસાલી આઈટીઆઈ કેમ્પસમાં મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરી કાર્યરત છે તેમજ ટેકનીકલ ગ્રેજ્યુએટ તેમજ તમામ માસ્ટર, પીજી ડીપ્લોમા, પીએચડી લાયકાત ધરાવતા ઉમેદવારો માટે કમાટીબાગની સામે એમ.એસ.યુ કેમ્પસમાં, ચમેલી બાગ ખાતે યુનિવર્સીટી એમ્પ્લોયમેન્ટ ઈન્ફોર્મેશન એન્ડ ગાઈડન્સ બ્યુરો (યુ.ઈ.બી ) કાર્યરત છે.  




વડોદરા રોજગાર કચેરી દ્વારા તા.૧૮.૩.૨૦૨૫ થી તા.૨૮.૩.૨૦૨૫ દરમિયાન આરએમએસ પોલીટેકનીક, સરકારી આઈટીઆઈ, દશરથ, સાવલી,ડભોઈ,કરજણ, શિનોર, પાદરા, કાયાવરોહણ,મહુવડ, ડો.ઠાકોરભાઈ પટેલ ગર્લ્સ કોલેજ,અકોટા,બટલર પોલીટેકનીક કોલેજ, નિઝામપુરા, કેપીજીયુ યુનિવર્સિટી ,વરણામા ખાતે યોજાયેલ કુલ ૧૦ તાલુકા કેમ્પમાં ૭૩૮ વિધાર્થી/ઉમેદવારોના અનુબંધમ પોર્ટલ www.anubandham.gujarat.gov.in અને એનસીએસ પોર્ટલ www.ncs.gov.in પર નામ નોંધણી કરવામા આવી છે. વડોદરા રોજગાર કચેરી દ્વારા વર્ષ ૨૦૨૩ માં ૪૧૭૪ અને વર્ષ ૨૦૨૪ માં ૮૨૫૪ વિધાર્થી /ઉમેદવારની કોલેજ, આઈટીઆઈ અને સ્કુલ તાલીમ કેન્દ્રો ખાતેના જિલ્લા,તાલુકા કેમ્પ દ્વારા નામ નોંધણી કરવામાં આવી હતી.આ બંને કચેરીમાં નામ નોંધણી કરાવનાર ઉમેદવારોને કચેરી ખાતેની વિવિધ ઓનલાઈન અને ઓફલાઈન રોજગારલક્ષી સેવાઓ  ફ્રી મળી રહે તેમજ ઉમેદવારોને નોંધણી માટે રોજગાર કચેરી સુધી આવુ ન પડે તે  માટે  તાલુકા કક્ષાએ કોલેજ, આઈટીઆઈ ખાતે નોંધણી કેમ્પનું આયોજન કરવામાં આવે છે. 



નોંધણી કરાવેલ વિધાર્થીઓને રોજગાર કચેરી ખાતે વ્યકિતગત અને ગ્રૃપ કરીઅર કાઉન્સેલીંગ, અને કરીઅર ગાઈડન્સ એકટીવીટી કરવામા આવે છે જેમા ઉમેદવારોને ઉચ્ચ અભ્યાસના વિકલ્પો, સ્પર્ધાત્મક પરીક્ષા અંગે માર્ગદર્શન, વોકેશનલ અને સ્કીલ તાલીમ, એપ્રેન્ટીસ અને પીએમ ઈન્ટર્નશીપ, ગુજરાત - ભારત અને વિદેશમા ખાનગી અને સરકારી જોબ માટેની તકોની માહીતી અને માર્ગદર્શન, તેમજ સંરક્ષણ ક્ષેત્રમા સારો દેખાવ કરે તે માટે ૩૦ દિવસની ફ્રી નિવાસી તાલીમમા જોડાવાની તકો, તેમજ વિદેશમા અભ્યાસ કે રોજગારી માટે જતા પહેલા સેફ લીગલ માઈગ્રેશન અંગે માહીતી,કાઉન્સેલીંગ અને ગાઈડન્સ સેવાઓ તેમજ રોજગાર ભરતી મેળામા તેમજ સ્વરોજગાર માર્ગદર્શન શીબીરમા ભાગ લેવા માટે તેમજ સરકારી ભરતી સામે સમય મર્યાદામા ઓનલાઈન અરજી  કરવા માટે ઈમેલ અને મેસેજથી જાણ કરવામા આવે છે.

ઉમેદવારોને કેવી રીતે ઓનલાઈન જોબ શોધવી તે અંગે માર્ગદર્શન આપવામા આવ્યુ હતું.નોંધણી કેમ્પમાં રોજગાર કચેરીના અધિકારી, કર્મચારી અને કરીઅર કાઉન્સેલર દ્વારા રોજગાર કચેરી ખાતેની કરીઅર કાઉન્સેલીંગ અને વ્યવસાય માર્ગદર્શનની સેવાઓ તેમજ આગામી અગ્નિવીર (આર્મી), નેવી એરફોર્સની યોજનાર  ભરતી અંગે તેમજ તેની તૈયારી માટેની ૩૦ દિવસની ફ્રી નિવાસી તાલીમ મેળવવા તેમજ પીએમ ઈન્ટર્નશીપ યોજના હેઠળ  ઓનલાઈન અરજીઓ કરવા તેમજ વિદેશમા રોજગાર કે અભ્યાસ માટે સેફ લીગલ માઈગ્રેશન કરવા અંગે વિધ્યાર્થીઓને માર્ગદર્શન આપવામા આવ્યુ હતુ .ધો ૧૦ અને ૧૨ ના પરીણામ આવ્યા બાદ રોજગાર કચેરી તમામ  સેવાઓ કાઉન્સેલીંગ,ગાઈડન્સ અને રોજગાર ભરતી મેલાની તેમજ નિવાસી તાલીમ તેમજ વિદેશ રોજગાર અને શિક્ષણ અંગે ફ્રી માર્ગદર્શન લેવા માટે વધુમા વધુ વિધાર્થીઓને અનુબંધમ અને એનસીએસ પોર્ટલ પર ઓનલાઈન નામ નોંધણી કરાવવા તેમજ રોજગાર કચેરીની રુબરુ મુલાકાત લેવા  રોજગાર અધિકારીની યાદીમાં જણાવાયું  છે.

Reporter: admin

Related Post