ભારત સરકારની બેટી બચાઓ બેટી પઢાઓ યોજના દ્વારા માન. જિલ્લા કલેકટરના માર્ગદર્શન હેઠળ બેટી બચાઓ બેટી પઢાઓ સેલ અને જીલ્લા વહીવટીતંત્ર દ્વારા દીકરીઓમાં શિક્ષણ, સલામતી અને જાગૃત્તતા આવે એ હેતુસર વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

વડોદરા જિલ્લાના એમ. કે. હાઈસ્કૂલ ડેસર ખાતે "બેટી બચાઓ,બેટી પઢાઓ"કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મહિલાઓ અને દિકરીઓને માસિક સ્રાવ સંબંધી જાગૃતિ આવે તે હેતુસર સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં “સંકલ્પ” ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવમેન્ટ ઓફ વીમેનના ડીસ્ટ્રીક મિશન કોર્ડીનેટર દ્વારા બાળકોના કાયદાઓ તેમજ અધિકારો તથા માસિક સ્રાવ સંબંધી, માસિક દરમ્યાન રાખવામાં આવતી સાવચેતી તથા સ્વાસ્થ્ય સંબંધી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ સાથે કિશોરીઓને વિડિઓ ફુટેજ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. શાળાની વિદ્યાર્થીઓને સાયબર સેફટી અને સોશિયલ મીડિયાના સલામત ઉપયોગ વિષે ખૂબ જ સરસ માર્ગદર્શન પૂરૂ પાડવામાં આવ્યું હતું.આ પ્રસંગે ધોરણ ૯ થી ૧૨ માં પ્રથમ નંબર મેળવનાર કિશોરીઓનું સન્માન પણ કરવામાં આવેલ હતું. આ સાથે કુલ -૩૦૦ કિશોરીઓમાં હાઈજીન કીટનું પણ વિતરણ કરવામાં આવેલ હતું તથા શાળાનાં આચાર્ય દ્વારા જીવન કુશળતા વિશેની માહિતી આપવામાં આવી હતી. ત્યારબાદ કાર્યક્રમ સફળતા પૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો હતો.


Reporter: admin







