સહકારી ક્ષેત્રમાં ભાજપની ભવાઈ, ડુબાડશે કે તારશે?...
પાદરાના સાધી ગામમાં મોડી રાત્રે મહિલા તબિબના ક્લિનીકમાંથી ભાગેલા ભાસ્કર પટેલની પત્ની હિનાબેનને એપીએમસીની ચૂંટણીમાં રસિક પ્રજાપતિએ મેન્ડેટ આપ્યો !!
બરાબર એક મહિના પહેલા પાદરાના સાધી ગામમાં એક શખ્સ કે જેનું નામ ભાસ્કર પટેલ છે તે મોડી રાત્રે શંકાસ્પદ હાલતમાં એક ક્લિનીકમાંથી બહાર નીકળીને ધાબળો ઓઢીને કારમાં નાઠો હતો તે ચકચારી અને વિવાદાસ્પદ ઘટના તમને યાદ જ હશે. આ ભાસ્કર પટેલ ભાજપનો નેતા અને એપીએમસીનો પૂર્વ ચેરમેન હતો અને તે સાધી ગામનાં એક ક્લિનિકમાં મહિલા સાથે આખી રાત રોકાયા બાદ વહેલી સવારે ચાદર ઓઢીને રહસ્યમય સંજોગોમાં ભાગ્યો હતો. સોશિયલ મિડીયામાં ભાસ્કર પટેલનો વીડિયો વાયરલ થયો હતો. જેમાં પોતે ઓળખાય નહી તેવી રીતે ચાદર ઓઢીને ભાગતા ભાસ્કર પટેલને ગ્રામજનોએ ચોર સમજીને પકડયા હતાં. પરંતુ ભાસ્કર પટેલ ખુલ્લા પડી જતા તેઓ સંકટ સમયે આવેલી એક કારમાં ભાગવામાં સફળ રહ્યા હતાં. હવે આ મુદ્દો એટલા માટે મહત્વનો છે કે મિસ કોલ પાર્ટી ભાજપે તેના નીતિ નિયમો અને સિદ્ધાંતો ખુણામાં મુકીને આ ધાબળા છાપ ભાસ્કર પટેલની પત્ની હિના ભાસ્કર પટેલને પાદરા એપીએમસીની ચૂંટણીના ઉમેદવાર માટે જિલ્લા ભાજપના પ્રમુખ રસિક પ્રજાપતિએ મેન્ડેટ આપ્યો છે. તેના કારણે જિલ્લા ભાજપમાં જબરજસ્ત રોષ ફેલાયો છે. જિલ્લા પ્રમુખ રસિક પ્રજાપતિએ આજે એટલે કે 6 ઓક્ટોબરે જે મેન્ડેટ જાહેર કરેલો છે તેમાં પાદરા એપીએમસીની ચૂંટણીમાં જે ઉમેદવારોને ભાજપે મેન્ટેડ આપ્યો છે તેમાં હિના ભાસ્કર પટેલનું પણ બીજા ક્રમાંકે નામ છે. એક મહિલા તબિબના ક્લિનીકમાં મોડી રાત્રે ધાબળો પહેરીને જે શખ્સ નાસ્યો હતો તે આબરુ વગરનો અને ઇજ્જત વગરનો ભાસ્કર પટેલની પત્ની મેન્ડેટ લઇ જાય. તે વાત ભાજપના કાર્યકરોને પચી નથી. ભાસ્કર પટેલનાં એવા તો શું ઉપકારો છે કે જિલ્લા પ્રમુખ રસિક પ્રજાપતિ ભાસ્કરની પત્નીને મેન્ડેટ આપી રહ્યા છે તેનો ખુલાસો રસિક પ્રજાપતિએ ભાજપનાં કાર્યકરોને કરવો જોઇએ. આ ઘટનાએ પુરવાર કર્યું છે કે રસિક પ્રજાપતિનો જિલ્લા ભાજપમાં કોઇ કન્ટ્રોલ રહ્યો જ નથી અને તેમને ગમે તે આલિયા માલીયાની વાત માનીને ટિકીટો વહેંચવી પડી રહી છે. રસિક પ્રજાપતિ તમને શરમ આવવી જોઇએ કે આવા ધાબળા છાબ આબરુ વગરના નેતાની વાત તમે કેમ માની. તમે જો ખરેખર પક્ષના સિદ્ધાંતોને વરેલા હો તો તમારે ઇન્કાર કરવો જોઇતો હતો કે આવા નેતાની પત્નીને હું મેન્ડેટ નહી આપું અને ભલે તેના માટે મારે રાજીનામુ આપવું પડે પણ હું આ નેતાની પત્નીને મેન્ડેટ નહી આપું પણ આ મેન્ડેટના કારણે હવે ભાજપમાં ભડકો થાય તે નવાઇ નહી. ભાદરવામાં જિલ્લા પંચાયતના સભ્ય અને પૂર્વ સરપંચના ઘેર જઇને ખનીજ માફિયા એઓ હુમલો કર્યો હતો જે ભાજપ માં પણ છે અને ધારાસભ્યનો નજીકનો કહેવાય છે અને કરજણમાં પણ છેડતી પ્રકરણ થયું હતું તથા વાઘોડીયા સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન સામે પણ એટ્રોસિટી અને ધાકધમકીની ફરિયાદ થયેલી છે. રસિક પ્રજાપતિ નિષ્ફળ પ્રમુખ સાબિત થયા છે તે વાત હવે જગજાહેર થઇ ગઇ છે.
ભાજપમાં ભડકો થશે.
આ ધાબળા કાંડમાં રસિક પ્રજાપતિને ભોગવવું પડશે તેમ લાગી રહ્યું છે અને ભાજપમાં ભડકો થશે તે વાત ચોક્કસ છે. હવે સરપંચ સહિતની જે પણ ચૂંટણી આવશે તેમાં રસિક પ્રજાપતિ ભાજપનો મેન્ડેટ આપશે કે કેમ તે સવાલ છે. પક્ષમાં રહેલા આવા ચરિત્ર્યહિ નેતાઓના પરિવારજનો ટિકીટ લઇ જશે અને જે બિચારા કાર્યકરો કે જે વર્ષોથી પોસ્ટર અને બેનરો લગાવાના કામમાંથી ઉંચા નથી આવતા તેને ટિકીટ નહી મળે . હવે જ ખરી રસિક પ્રજાપતિની અગ્નિ પરિક્ષા છે.
પાદરા એપીએમસીમાં દિનુ મામાની ખેડૂત પેનલના 17 ફોર્મ ભર્યા
પાદરા એપીએમસીમાં દિનુ મામાની ખેડૂત પેનલે 17 ફોર્મ ભર્યા છે પણ ભાજપમાં એકજૂટતા જોવા મળતી નથી અને તેથી જ ઇતિહાસમાં પહેલી વાર જિલ્લા પ્રમુખે મેન્ડેટ આપ્યું છે. હવે ખરેખર આ એપીએમસીની ચૂંટણી નથી પણ ભાજપના જિલ્લા પ્રમુખ રસિકલાલની પરિક્ષા છે કે તેમના કાર્યકરો અને નેતાઓ પક્ષનો મેન્ડેટ માને છે કે કેમ? હવે શું સરપંચ સહીત અનેક ચૂંટણીમાં મેન્ડેડ આપવામાં આવશે ?
Reporter: admin







