News Portal...

Breaking News :

અમદાવાદ કોર્પોરેશને ફાયરની ભરતીમાં જે ઉમેદવારને રિજેક્ટ કર્યો તેને જ વડોદરા કોર્પોરેશને ખોબલે

2025-02-19 10:10:37
અમદાવાદ કોર્પોરેશને ફાયરની ભરતીમાં જે ઉમેદવારને રિજેક્ટ કર્યો તેને જ વડોદરા કોર્પોરેશને ખોબલે


વડોદરા ફાયર બ્રિગેડના ચીફ ફાયર ઓફિસર મનોજ પાટીલ એવા ચીફ ફાયર ઓફિસર છે કે જે અમદાવાદા મહાનગરની ઇમરજન્સી સેવા ફાયર એન્ડ ઇમરજન્સીમાં ત્રણ ત્રણ હોદ્દા માટે વિવિધ કારણસર રીજેક્ટ કરાયેલા છે અને છતાં વડોદરા કોર્પોરેશનના અધિકારીઓના છૂપા આશિર્વાદથી અને ગીવ એન્ટ ટેકની ગોઠવણથી વડોદરાના ચીફ ફાયર ઓફિસર બની ગયા છે તેવી ચોંકાવનારી માહિતી કોર્પોરેશનના સંકુલમાં છેડેચોક ચર્ચાઇ રહી છે. 


છેલ્લા ત્રણ દિવસથી કોર્પોરેશનમાં આ જ ચર્ચાનો વિષય છે કે ચીફ ફાયર ઓફિસર કોઇ પણ પ્રકારની લાયકાત કે અનુભવ ધરાવતા ના હોવા છતાં તેમની કેમ તત્કાલ નિમણુક કરવામાં આવી છે. નાક કટ્ટા શાસકોને અને અધિકારીઓને તેની કંઈ જ પડી નથી. મનોજ કુમાર પાટીલ ઓનલાઇન ફોર્મમાં એવો દાવો કરી રહ્યા છે કે તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી 2014ના વર્ષમાં બીએસસી ફાયર સેફ્ટીનો ડીગ્રી કોર્સ કરેલો છે પણ  મનોજ પાટીલે ગુજરાત યુનિવર્સીટી નહી પણ સાણંદ પાસે આવેલી ચંપા બેન ભગત એજ્યુકેશ ટ્રસ્ટ સંચાલિત કોલેજ ઓફ ફાયર એન્ડ સેફ્ટી ટેકનોલોજીમાં ત્રણ વર્ષનો ડીગ્રી કોર્સ કરેલો છે.અમારી જાણ મુજબ ગુજરાત યુનિવર્સીટીમાં તો 2015માં આ કોર્સ શરુ થયેલો છે તો સવાલ એ છે કે તેમણે અગાઉથી કોર્સ ક્યાં અને કેવી રીતે કરી લીધો. મનોજ પાટીલ સામે ખોટી માહિતી આપવાના અનેક આરોપો થયા છે પણ તે સવાલોનો જવાબ આપવા આગળ આવતા નથી કે પાલિકાના ઉચ્ચ અધિકારીઓ પણ સવાલોનો જવાબ આપવામાંથી ભાગી રહ્યા છે. સામાન્ય વહિવટ વિભાગના અધિકારી તરુણ શાહ હજી પણ મનોજ પાટીલના દસ્તાવેજોની ગુજરાત યુનિ. પાસે ખરાઇ કરાવીશું તેવા જવાબનું જ રટણ કરી રહ્યા છે.  આ અધિકારી સમજશે નહીં કે જ્યારે આ મામલામાં જો કંઇ ગેરરીતિ નીકળશે તો પહેલો ભોગ તેમનો લેવાશે કારણ કે ઉપરી અધિકારીઓ તો તેમના પર જ બધુ ઢોળી દેશે.મનોજ કુમાર પાટીલે આ ડિગ્રી સર્ટિફીકેટ મેળવતા અગાઉ ધોરણ 10 અને 12નું કોઇ જ પ્રમાણપત્ર કે રિઝલ્ટ રજૂ કર્યું નથી. આ કોર્સ કરતાં પહેલા તેમણે ધોરણ 10 અને 12માં સાયન્સ સ્ટ્રીમ લીધેલું હોવું જોઇએ અને તો જ આ કોર્સ કરી શકાય છે પણ મનોજ પાટીલે ધોરણ 12માં સાયન્સ સ્ટ્રીમ લીધેલું છે કે કેમ તે તપાસનો વિષય છે. બીજું  કે તેઓ સીધા ગુજરાત યુનિ.માં ભણ્યા જ નથી કારણ કે ત્યાં તો આ કોર્સ 2015માં શરુ થયો છે અને તેઓ યુનિ. એફેલેટેડ કોલેજમાં ભણ્યા છે, તેવો તેમનો દાવો છે. જેથી તેમની કોલેજને એફેલિએશન મેળવેલું છે કે કેમ અને કોલેજને આ કોર્સ ચલાવવા મંજૂરી હતી કે કેમ અને મંજૂરી જો હતી તો તે હંગામી હતી કે કાયમી હતી તેની ઉંડી તપાસ કરવાની અધિકારીઓએ ખાસ જરુર છે. કારણ કે લાયકાત વગરના ઉમેદવારને જો વડોદરાની સુરક્ષા સોંપી દેવાશે તો તેમાં મરો તો પ્રજાનો જ થશે. બીજી તરફ મનોજ પાટીલ વિશે કેટલીક ચોંકાવનારી માહિતી તો અમદાવાદ પાલિકામાંથી પ્રાપ્ત થઇ છે. 


મળેલી જાણકારી મુજબ મનોજ પાટીલે અમદાવાદ મહાનગરપાલિકાના ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગમાં પણ ત્રણ-ત્રણ હોદ્દાઓ માટે અરજી કરેલી હતી અને ત્યારબાદ તેમણે અમદાવાદ કોર્પોરેશનમાં જે પ્રમાણપત્રો રજૂ કરેલા હતા તેની ખરાઇ કરાતા તેઓ ઇન્ટરવ્યુમાંથી બાકાત થયેલા છે. જો અમદાવાદ મહાનગરપાલિકા લાયકાત વગરના ઉમેદવારને ઘરભેગા કરી શકતી હોય તો વડોદરા કોર્પોરેશનને એવી તો શું મજબૂરી છે કે તેઓ આવા ઉમેદવારને બંને હાથથી વધાવી રહ્યા છે. વડોદરા કોર્પોરેશનના અધિકારીઓ અને શાસકો માટે આ શરમજનક ઘટના છે. અમદાવાદ કોર્પોરેશન જેવી રાજ્યની સૌથી મોટી કોર્પોરેશન જે ઉમેદવારને રિજેક્ટ કરે છે તેવા ઉમેદવારને તમે માનભેર નિમણુક આપી દો છો અને વડોદરાની પ્રજા સાથે તમે વિશ્વાસઘાત કરો છો. હજુ પણ અધિકારીઓ પાસે સમય છે કે તેઓ આવા ઉમેદવારના દસ્તાવેજોની ઉંડાણપૂર્વક તપાસ કરે જેથી સચ્ચાઇ બહાર આવે.ડે.ચીફ ફાયર ઓફિસર નૈતિક ભટ્ટની નિમણુક પણ શંકાના દાયરામાં વડોદરા ફાયર બ્રિગેડમાં ડે.ચીફ ફાયર ઓફિસર નૈતિક ભટ્ટની નિમણુક પણ શંકાના દાયરામાં છે. કારણ કે તેમનો જન્મ 1992માં થયો છે અને તેથી 2010માં તેમની ઉંમર 18 વર્ષની થઇ છે. 5 વર્ષના અનુભવ બાદ તેમને એલીજેબલ ટ્રેનીંગ કોર્સમાં જવા મળી શકે એટલે કે તેઓ 2015માં આ ટ્રેનીંગમાં જઇ શકે પણ તેમણે પણ ખોડા,સાણંદની કોલેજમાંથી 2014માં બીએસસી ફાયર કોર્સ પાસ કરેલો છે જેમાંથી તે જ વર્ષે મનોજ પાટીલ પણ પાસ થયેલા છે. અમારી જાણકારી મુજબ અમદાવાદમાં નૈતિક સામે વિજીલન્સ તપાસ ચાલુ હતી અને નાગપુરમાં તેમની આખી બેચ પર ફોજદારી ગુનો દાખલ થયેલો હતો. તેની તપાસ એસીપી કક્ષાના અધિકારી તપાસ કરી રહ્યા છે. જો કે અમારી જાણ મુજબ હજુ પણ પોલીસ તપાસ ચાલુ હતી તો નૈતિક ભટ્ટ વડોદરામાં કેવી રીતે ભરતી થયા તે મોટો સવાલ છે. ગુજરાત સ્ટેટ ફાયર પ્રિવેન્શનના ડાયરેક્ટર નલિન ચૌધરી પણ વિવાદમાં અમને એવી પણ ચોંકાવનારી માહિતી મળી છે કે ગાંધીનગર સ્થિત ગુજરાત સ્ટેટ ફાયર પ્રિવેન્શનના ડાયરેક્ટર નલિન ચૌધરી પણ વિવાદમાં આવેલા છે. જૂનાગઢના એક ફાયર કર્મચારીએ હાઇકોર્ટમાં કેસ દાખલ કર્યો હતો.  નલિન ચૌધરીએ પણ કોઇ ડિગ્રી કે અનુભવ વગર જ હોદ્દો મેળવી લીધો છે. તેમણે ફાયર બ્રિગેડમાં કોઇ કામ જ કર્યું નથી તો તમે આટલી મોટી પોસ્ટ પર કેવી રીતે બેસાડી શકો. ત્યારબાદ જૂનાગઢના ફરિયાદી પર પ્રેશર આવતા દોઢ વર્ષ બાદ કેસ પાછો ખેંચી લેવાયો છે. નલિન ચૌધરી પાસે કોઇ ડિગ્રી કે અનુભવ નથી અને ગુજરાતમાં કોઇ પણ શહેરમાં તેમણે ફાયર બ્રિગેડમાં કામ કરેલું નથી પણ તેમને આખા રાજ્યના ડાયરેક્ટરની પોસ્ટ મળી ગઇ તે ચોંકાવનારી વાત છે. આટલા મોટા હોદ્દા માટે નાગપુરની ફાયર કોલેજમાં કોર્સ કરેલો હોવો જોઇએ અને મિનીમમ 5 વર્ષનો અનુભવ પણ જોઇએ પણ નલિન ચૌધરી પાસે પણ ડિગ્રી કે અનુભવ નથી. અમારી જાણ મુજબ હાલ તે નાગપુરમાં ડિવીઝનલ ફાયર ઓફિસરનો કોર્સ કરવા માટે ગયા છે એટલે કે એમ કહી શકાય કે તેમણે પહેલા લાયકાત કે અનુભવ વગર ડીગ્રી વગર નોકરી મેળવી લીધી અને હવે કોર્સ કરવા માટે ગયા છે. આવું ગુજરાતમાં જ શક્ય છે. નલિન ચૌધરીના પણ વિવાદાસ્પદ નિર્ણયો ગુજરાત સ્ટેટ ફાયર પ્રિવેન્શનના ડાયરેક્ટર નલિન ચૌધરીએ પોતે તો ડિગ્રી કે લાયકાત વગર નોકરી મેળવી લીધી પણ હવે અન્ય ઉમેદવારોને પણ આ જ પ્રકારે નોકરી આપવાના નિર્ણયો કરેલા છે. લોકોની સુરક્ષા સાથે સીધી રીતે જોડાયેલા ફાયર વિભાગમાં નોકરી મેળવવી હોય તો નાગપુરની ફાયર કોલેજમાંથી ટ્રેનીંગ મેળવેલી હોવી જરુરી છે પણ નલિન ચૌધરીએ ડાયરેક્ટર તરીકે જવાબદારી સંભાળ્યા બાદ વિવાદાસ્પદ નિર્ણય કર્યો કે તેમણે રાજ્યની તમામ નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓને પત્ર લખ્યો કે બીએસસી ફાયર નો કોર્સ કરનારની પણ ફાયર બ્રિગેડમાં નિમણુક કરો.તેઓનું ભીનું સંકેલવા પ્રાયવેટ સંસ્થાઓની ડિગ્રી માન્ય રાખવા અન્ય કોર્પોરેશન અને સ્ટેટ ફા્યરમાં ઠરાવ કરાવડાવેલ છે.  અમારી જાણ મુજબ છેલ્લા 5 વર્ષથી આ નવો ચીલો પડ્યો છે 2021ના વર્ષની ભરતી પહેલા જે ઉમેદવારોએ માત્ર નાગપુરમાં કોર્સ કરેલો હોય તેમને જ ફાયર બ્રિગેડમાં  ભરતી કરવામાં  આવતી હતી.જાહેર ચેતવણી....રાજ્યવ્યાપી કૌભાંડ ફાયર બ્રિગેડ વિભાગમા જે પ્રકારે ગોટાળા ચાલી રહ્યા છે તે મુજબ હવે રાજ્યમાં દરેક પાલિકાને જાહેર ચેતવણી આપવી અનિવાર્ય બની ગઇ છે. ફાયર બ્રિગેડમાં જ્યારે પણ નવી ભરતી કરો ત્યારે પ્રમાણપત્રોની ખરાઇ કરવી જરુરી છે. અમદાવાદ મહાનગરપાલાના વહિવટી વિભાગના ચતુર અધિકારીઓએ તો આ પ્રથા શરુ કરી જ દીધી છે અને તેઓ પોતાના નેટવર્કનો ઉપયોગ કરી દરેક ઉમેદવારોના પ્રમાણપત્રોનું ક્રોસ વેરીફીકેશન કરી રહ્યા છે અને તેથી જ વર્ષોથી ચાલતું ભરતી કૌંભાડ ઉજાગર પણ થયું હતું. બોગસ પ્રમાણ પત્રો, અનુભવના પ્રમાણપત્ર, નલી ડિગ્રી અને સર્ટીફાઇ કોર્સના કારણે લોકોની સુરક્ષા સાથે સીધી રીતે સંકળાયેલા જાહેર જીવનના અગત્યના વિભાગમાં મોટો ખતરો ઉભો થયો છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ, ગૃહ વિભાગ તથા શહેરી વિકાસ વિભાગે સંકલન કરીને રાજ્યમાં આ પ્રકારે લાયકાત કે અનુભવ વગરના અધિકારીઓની થયેલી ભરતીની તપાસ કરીને દરેક અધિકારીના પ્રમાણપત્રોની ખરાઇ કરવી જોઇએ. બની બેઠેલા અધિકારીઓ હવે પોતપોતાના આકાઓના શરણે અમારી જાણ પ્રમાણે આ કૌંભાડ બહાર આવતા હવે સરકારમાં આવા કેટલાક કર્મચારીઓ છે તેની તપાસ ચાલી રહી છે . રાજ્યની તમામ નગરપાલિકામાં તપાસ શરુ કરાઇ છે અને તેથી નેતાઓના દબાણ પણ વધી ગયા છે પરિણામે લાયકાત અને અનુભવ વગરના બની બેઠેલા અધિકારીઓએ પોતપોતાના આકાઓના પગ પકડવાના પ્રયાસો શરુ કરીને પોતાની નોકરી બચાવવામાં પડ્યા છે. , લાંચીયા નિલેશ પટેલને પણ કોઇ જ અનુભવ ન હતો.અગાઉ વડોદરામાં વુડામાં રીજનલ ઓફિસર નિલેશ પટેલ લાંચ લેતા ઝડપાયા હતા.  તેઓ મોલમાં એક સિક્યુરિટી તરીકે ફરજ બજાવતા હતા એવું અમારી જાણમાં આવ્યું છે. તેમણે પણ બીએસસી ફાયરનો, કોર્સ કર્યો છે. જો કે નિલેશ પટેલે પણ કોઈ મહાનગરપાલિકામાં કે નગરપાલિકાના ફાયર બ્રિગેડમાં ફરજ બજાવી જ નથી અને તેમને રાતોરાત હેડ બનાવી દેવાયા હતા.  સમગ્ર કૌંભાડમાં ઉંડી તપાસ જરુરી મહાનગરપાલિકાઓમાં, રાજ્ય અગ્નિ નિવારણ કચેરીમાં બીએસસી ફાયર ના ઘણા ખરા વિદ્યાર્થીઓ ઊંચા હોદ્દા પર ફરજ નિભાવે છે . જો તેમની ડિગ્રી અને લાયકાત તથા અનુભવની તપાસ હાથ ધરવામાં આવે તો અનીતિ બહાર આવી શકે છે. હાલમાં વડોદરામાં નિમણુક પામેલા મનોજ પાટીલ પોતે બીએસસી ફાયર છે. એમના જેવા જ  કેટલાક રાજ્યમાં ફરજ નિભાવી રહ્યા છે.અત્યારે તપાસ ચાલુ છે પણ કંઇ માહિતી મળી નથી. અમે ગુજરાત યુનિ.માંથી માહિતી મેળવીશું. તરુણ શાહ, અધિકારી, સામાન્ય વહિવટ વિભાગ તપાસ શરુ કરી છે: મ્યુનિસિપલ કમિશનર મીડિયાના અહેવાલના આધારે અમે તપાસ શરુ કરી છે. અમે દસ્તાવેજો સહિત તમામ માહિતીની ચકાસણી કરી રહ્યા છીએ. દિલીપ રાણા, મ્યુનિ.કમિશનર

Reporter: admin

Related Post