વડોદરા: શહેરની મધ્યમાં આવેલી કલેકટર કચેરીને વધુ એક વખત બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો ઈમેલ મોકલવામાં આવ્યો છે.
જે આજે સવારે કચેરી ખુલતાજ ધ્યાને આવ્યો હતો. જે અંગે સ્થનિક પોલીસ અને એજન્સીઓને જાણ કરતા બૉમ્બ સ્કોડ, ડોગ સ્કોડ સાથે કલેકટર કચેરીમાં તપાસ કરવામાં આવી રહી છે.સૂત્રો દ્વારા મળતી પ્રાથમિક માહિતી અનુસાર, શહેરના દિવાળીપુરા વિસ્તારમાં આવેલી કલેકટર કચેરીને વધુ એક વખત બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈમેલ મળ્યો છે. ઇમેલમાં ઉલ્લેખ કરાયો છે કે, " કલેકટર ઓફિસમાં RDX મુકવામાં આવ્યા છે, 1 વાગ્યા સુધી બ્લાસ્ટ સુધીમાં બ્લાસ્ટ થશે, જેથી ઓફિસ ખાલી કરવી દો". આ પ્રકારનો ધમકીભર્યો ઈમેલ કલેકટર કચેરીના અધિકારીઓને ધ્યાને આવતા તાત્કાલિક સ્થાનિક પોલીસ ને જાણ કરવામાં આવી હતી. ગંભીરતાને ધ્યાને રાખી ડોગ સ્કોડ, બૉમ્બ સ્કોડ સહિત સ્થાનિક પોલીસ સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરું છે.
ઉલ્લેખનીય છે કે, ગત રોજ અમદાવાદ, ગાંધીનગર, કલોલ સહિત અન્ય વિસ્તારોમાં આવેલી નામાંકિત સ્કૂલોને ધમકીભર્યો ઈમેલ મોકલતા ભારે દોડધામ મચી હતી. જેમાં તપાસના અંતે કોઈ પણ વાંધાજનક વસ્તુ મળી આવી ન હતી. જ્યારે થોડા મહિના પહેલા આજ પ્રકારે વડોદરાની નામાંકિત સ્કૂલ, કંપની અને કલેકટર કચેરીને પણ બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો પત્ર મળ્યો હતો. જોકે તે સમયે પણ તપાસ દરમિયાન કોઈ વાંધાજનક વસ્તુ ન મળતા તંત્રે હાશકારો અનુભવ્યો હતો.
Reporter:







