કરૌલી: રાજસ્થાનના કરૌલી ખાતે મોડી રાતે એક કાર અને બસ વચ્ચે ભયંકર ટક્કર થતાં આખો પરિવાર મોતને ભેટી ગયો હતો.

મૃતકોમાં સામેલ બધા વડોદરાના છે,અને તેઓ રાજસ્થાનમાં કૈલા દેવી મંદિરના દર્શને નીકળ્યા હતા. તેઓ તમામ કૈલા દેવી મંદિરે દર્શન કરવા આવ્યા હતા અને ઘરે પરત ફરી રહ્યા હતા.

આ સાથે બસમાં સવાર અન્ય 15ને પણ ગંભીર ઈજાઓ થઇ છે. જેમની હાલ સારવાર ચાલી રહી છે.મૃતકોમાં સામેલ લોકો ઈન્દોરના વતની હતા પણ હાલમાં આ પરિવાર ગુજરાતના વડોદરામાં સ્થાયી થયો હતો.



Reporter: admin







