વડોદરા : સત્ય ક્યારેય દબાવી શકાતું નથી. વડોદરા બોટકાંડની સુનાવણી હાઇકોર્ટનું કડક વલણને આવકારતા વિપક્ષ નેતા અમી રાવતે આક્રોશ સાથે જણાવ્યું હતું કે આજે હાઇકોર્ટમાં બોટકાંડનો રાજ્ય સરકારે મુકેલ તપાસના રિપોર્ટને નામદાર હાઇકોર્ટે ફગાવી દીધો અને આખી ઘટનાની નવેસરથી તપાસ કરવા કોર્ટે નિર્દેશ કર્યો છે.
હાઈકોર્ટમાં જાહેરમાં એડવોકેટ જનરલે કહ્યું છે કે બોટકાંડમાં ભાજપ શાશિત વડોદરા મ્યુનિ કોર્પોરેશનના કમિશ્નર સહિતના વહીવટકર્તા સત્તાધીશોને જવાબદાર છે. સૌ જવાબદારો પર તપાસ કરવાનો નિર્દેશ પણ કર્યો છે.આ એક સત્ય અને ન્યાય નું દિશા તરફનો નામદાર કોર્ટેના નિર્દેશને વિપક્ષનેતા અમી રાવતે આવકાર્યો છે. ગુજરાત ભાજપ શાસકો દ્વારા રાજ્ય સરકારના શહેરી વિકાસના ડિપાર્ટમેન્ટ દ્વારા રજૂ કરાયેલ રિપોર્ટ સંતોષકારક નથી ગોળ-ગોળ છે. શબ્દોની માયાજાળામાં સત્ય છૂપાવવાનો પ્રયાસ કર્યો છે. ગેરમાર્ગે દોરનાર છે સ્પષ્ટ નથી. તૈયાર થયેલો રિપોર્ટ નામદાર કોર્ટ સ્વીકારવા તૈયાર નથી .જે ખુબ ગંભીર બાબત ગણાય.વધુમાં હાઇકોર્ટે કહ્યું છે કે, ખાતાકીય અને શિસ્ત ભંગના પગલા લઈ પરિણામ જણાવો.
વધુમાં એડવોકેટ જનરલે કહ્યું કે જવાબદાર તમામ સામે ખાતાકીય તપાસ કરવા સરકાર તૈયાર અને મ્યુનિ.કમિશ્નરની જવાબદારી બનતી હોવાનો તેમણે કોર્ટમાં સ્વીકાર કર્યો અને કહ્યું કે જવાબદાર અધિકારી જવાબદારીમાંથી છટકી શકે નહી. જનહિતમાં જે જરૂરી છે તે પ્રકારના હુકમ કરવા જરૂરી છે.અમે વ્યક્તિગત રીતે કોઈની સામે નથી એમ પણ કોર્ટે કહ્યું હતું.ગુજરાત હાઇકોર્ટ અમી રાવતે 14બાળકોના કરૂણ મોતને ઘાટ ઉતારનાર ભાજપ શાસિત વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન છે.પરંતુ રાજ્ય ભાજપ સરકાર પણ આ કરૂણ ઘટનાના નિર્દોષ બાળકોને ન્યાય આપવા માગતી નથી એ વાતની કડક નિંદા કરું છું.નામદાર હાઇકોર્ટના નિર્દેશોનું તાત્કાલિક પાલન કરો તેવી માગણી કરી છે. રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગ અને તેમાં પ્રિંસિપ્લ સેક્રેટરી દ્વારા પણ ભાજપ સતાધીશોને બચાવવા ખામીયુક્ત રિપોર્ટ બનાવ્યો છે તે પણ નિંદનીય છે,અને આ ભ્રષ્ટ અધિકારીઓ ને પણ આવો રિપોર્ટ તૈયાર કરવા સામે ખાતાકીય તપાસ કરવા માંગણી વડોદરા મહા નગર પાલિકામાં વિપક્ષ નેતા અમીબેન રાવતે કરી છે.
Reporter: News Plus