ડૉ. સોનીએ જણાવ્યું કે 140 કરોડ નાગરિકોના સહયોગથી જ ભારત વિકસિત રાષ્ટ્ર બની શકે..

હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી’ના સંકલ્પ સાથે કાર્યકરો અને નાગરિકો એ દેશી ઉત્પાદનના ઉપયોગનો સંકલ્પ લીધો...
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટેના સંકલ્પ અંતર્ગત "હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી" અભિયાનને વેગ આપવા માટે ભાજપ મહાનગર દ્વારા વોર્ડ નં. ૨ ખાતે ‘આત્મનિર્ભર ભારત - સ્નેહ મિલન’ સમારોહ યોજાયો હતો.આ પ્રસંગે મુખ્ય વક્તા તરીકે આનંદ જિલ્લાના પૂર્વ ભાજપ પ્રમુખ રાજેશભાઈ પટેલ અને શહેર ભાજપ અધ્યક્ષ ડૉ. જયપ્રકાશભાઈ સોની ઉપસ્થિત રહ્યા હતા.શહેર ભાજપ અધ્યક્ષ ડૉ. જયપ્રકાશ સોનીએ ‘હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી’ના હેતુ વિષે જણાવ્યું હતું કે ભારતના 140 કરોડ નાગરિકોનો સહકાર જ દેશને વિકસિત બનાવવા માટે જરૂરી છે.
યુવાનો, ઇજનેરો અને વૈજ્ઞાનિકોના કૌશલથી ભારત આજે યુદ્ધ હથિયાર નિર્માણમાં આત્મનિર્ભર બન્યું છે, પરંતુ વૈશ્વિક આર્થિક શક્તિ બનવા માટે સ્વદેશી અભિયાનને ઘર ઘર પહોંચાડવું જરૂરી છે.સ્નેહ મિલન કાર્યક્રમમાં સાંસદ હેમાંગ જોશી, ધારાસભ્ય કેયુર રોકડીયા સહિત મોટી સંખ્યામાં કાર્યકરો, શુભેચ્છકો અને નાગરિકોએ ઉપસ્થિત રહી સ્વદેશી અપનાવવાનો સંકલ્પ લીધો હતો.
Reporter: admin







