વડોદરા : સુરતના તત્કાલીન ટાઉન પ્લાનીંગ ઓફીસર કૈલાશભાઇ લાનાભાઇ ભોયા વર્ગ-૧ વિરૂધ્ધ રૂ.૧.૫૭ કરોડની અપ્રમાણસર મિલ્કત અંગેનો ગુનો વડોદરા શહેર એ.સી.બી.પો.સ્ટે.એ નોંધ્યો છે.
તેઓની ફરજ દરમ્યાન પોતાના તથા મળતીયાઓ નામે અપ્રમાણસર મિલ્કત વસાવી હોવાની માહિતી મળી હતી. તેમની કાયદેસરની આવક રૂ. ૨.૭૫,૯૯ કરોડના પ્રમાણમા પોતાના તથા પોતાના પરીવારજનોના નામે કુલ રોકાણ અને ખર્ચ રૂ.૪.૩૩ કરોડ થયાનું તપાસ દરમ્યાન બહાર આવ્યું છે.
Reporter: admin