વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરે પાલિકાના તમામ અધિકારીઓ ને સૂચના આપવામાં આવી હતી કે વડોદરાના રોડ રસ્તાઓ પર પડેલા ખાડા ને ત્રણ દિવસ પુરાવાના આદેશ આપ્યો હતો છતાં અધિકારીઓ મ્યુ. કમિશનર ના આદેશ ને ગોળી પી ગયા હોય તેવું લાગી રહ્યું છે.

ઉંડેરા ગામ ના રસ્તા ઉપર ખાડાઓ ને લઈ સ્થાનિકો અને રાહદારીઓ ને ભારે હાલાકી ભોગવવી પડે છે. અને ગત રોજ ગુજરાત ના મુખ્ય મંત્રી પણ જાહેરમાં બોલ્યા કે પત્રકારો પહોંચી શકે છે તો તંત્ર કેમ નહી. ઉંડેરા ગામ ના રસ્તા ઉપર ખાડા દેવની પૂજા કરી તંત્રને જગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

અને તંત્ર વહેલી તકે આ ખાડાઓ પૂરે અને ખાડા દેવ બીજા ક્યાં ન પડે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી. અને ખાડા દેવ ને હલ્દી કુમકુમ અને ફૂલ હાર કરી નાળિયેર વધાર્યું હતું. સામાજિક કાર્યકર્તા સબિર ચૌહાણ દ્વારા વધુ માહિતી આપવામાં આવી હતી.





Reporter: admin







