વડોદરા શહેરમાં છેલ્લા 9 વર્ષથી વી. એસ ગ્રુપ સેવા સમિતિ નિ શુલ્ક નેત્રયજ્ઞનું આયોજન કરવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ નેત્રયજ્ઞનો કેમ્પ કરાયો.

આંખો થી પીડાતા લોકો માટે નેત્રયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષ દરમિયાન વિવિધ પ્રકારની સેવા કરવામાં આવે છે. વી. એસ ગ્રુપ સેવા સમિતિની પાંચ શાખા દ્વારા વિવિધ સેવાકીય કાર્યો કરવામાં આવે છે. જરૂરિયાત મંદ લોકોને અનાજની કીટ વિતરણ સાથે વિવિધ પ્રકારના કૅમ્પો યોજવામાં આવે છે.

ત્યારે આ વી. એસ ગ્રુપ સેવા સમિતિ દ્વારા માંજલપુર વિસ્તારમાં નિ શુલ્ક નેત્રયજ્ઞ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકોએ આ કેમ્પ નો લાભ લીધો હતો.





Reporter: admin







