News Portal...

Breaking News :

સુરતમાં વી.આર. મોલ નજીક જાહેર રસ્તા ઉપર હત્યાની ઘટના બનતા ચકચાર

2025-01-12 13:30:11
સુરતમાં વી.આર. મોલ નજીક જાહેર રસ્તા ઉપર હત્યાની ઘટના બનતા ચકચાર


સુરત :શહેરના ગૌરવ પથ રોડ પર આવેલા વી.આર. મોલ નજીક જાહેર રસ્તા ઉપર હત્યાની ઘટના બનતા ચકચાર મચી ગઈ હતી. 


વી આર મોલ પાસે આવેલી શિવમ હોટલમાં બે ભાઈઓ વેઇટરની નોકરી કરતા હતા. અભિષેક અને અભિજિત બંને બિહારના વતની છે. હોટલમાં કોઈ કારણસર બંને ભાઈઓ સાથે હોટલના સુપરવાઇઝરની ચકમક થઈ ગઈ હતી. હોટલમાં ઉગ્ર બોલાચાલી અને ઝપાઝપી સુધી વાત પહોંચી ગઈ હતી. ત્યાર બાદ હોટલના સ્ટાફ મેમ્બર એકત્રિત થઈ સમાધાન કરાવ્યું હતું. જોકે, ફરીથી હોટલની બહાર ત્રણેય વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ ગઈ હતી. 


જેમાં હોટલ સુપરવાઇઝરે ચપ્પા વડે હુમલો કરતા અભિષેકનું મોત નીપજ્યું હતું તેમજ અભિજિતને ઈજા પહોંચી હતી. ઉમરા પીઆઈ કેવી પટેલે જણાવ્યું કે, શિવમ હોટલમાં કામ કરતા બંને ભાઈઓ ઉપર હોટલ સુપરવાઇઝર દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. હોટલની બહાર વી.આર મોલની સામે આ ઘટના બની છે. હોટેલમાં બંને ભાઈઓ વેટર તરીકે કામ કરતા હતા. બંને પૈકી એક ભાઈનું મોત નીપજ્યું છે તેમજ અન્ય એક ભાઈને ઈજા થતા સારવાર હેઠળ છે. ડોક્ટરોના કહેવા મુજબ તેની તબિયત સ્થિર છે. સમગ્ર ઘટનામાં હાલ સુપરવાઇઝરની અટકાયત કરી લેવામાં આવી છે. તેમજ હત્યાનો ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

Reporter: admin

Related Post