સાપુતારા : માલેગામ ઘાટમાં વહેલી સવારે ખાનગી લકઝરી બસે પલટી મારતા 5 મુસાફરોના ઘટના સ્થળે મોત થયા છે.

ઉત્તરપ્રદેશની ખાનગી બસ હતી અને ફરવા માટે આવી હોવાની વાત સામે આવી છે,ત્યારે બસના ડ્રાઈવરે ઢાળ પર ટર્ન મારતા આ ઘટના બની હોવાની વાત સામે આવી છે,ત્યારે ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.પોલીસે વધુ તપાસ હાથધરી.સાપુતારાના માલેગામ ઘાટમાં બસે પલટી મારતા 5 મુસાફરોના મોત થતા અન્ય મુસાફરોમાં ફફડાટ વ્યાપ્યો છે,બસ ખીણમાં ખાબકતા અટકી ગઈ છે,ત્યારે પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથધરી છે.
ઉત્તરપ્રદેશથી બસ નીકળી હતી અને ડાંગમાં અકસ્માત થયો છે,ત્યારે પોલીસે અન્ય મુસાફરોના નિવેદન પણ નોંધ્યા છે, ડ્રાઈવરે નશો કર્યો હતો કે નહી તે દિશામાં પણ પોલીસની તપાસ ચાલું છે.બીજી તરફ મૃતકોના પરિવારનો સંપર્ક પોલીસ કરી રહી છે.પાંચ મુસાફરોના મોત તો થયા પણ અન્ય મુસાફરો પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર હેઠળ ખસેડાયા છે,પોલીસની ટીમ આ બાબતે રીપોર્ટ તૈયાર કરી રહી છે અને સાથે સાથે ક્રેઈનની મદદથી બસને ખસેડીને ટ્રાફિક ખુલ્લો કરવામાં આવી રહ્યો છે,મૃતકોના પીએમ થયા બાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવશે,ત્યારે તંત્રની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે અને વધુ તપાસ કરી રહી છે,અચાનક અકસ્માત થતા પોલીસમાં પણ દોડધામ મચી હતી અને હોસ્પિટલ પણ લોકોના ટોળા ઉમટી પડયા હતા.
Reporter: admin