વડોદરા: સયાજીગંજ વિસ્તારમાં આવલી પારસી અગિયારી ખાતે અદારિયન સાહેબની ૧૦૨મી જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી હતી.
જેમાં વડોદરા ઉપરાંત મુંબઈ, અમદાવાદના પારસી સમુદાયના લોકો ઉપરાંત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. પારસી અગિયારીના ટ્રસ્ટ નિકિતન કોન્ટ્રાક્ટના જણાવ્યા અનુસાર અગિયારીનું નિર્માણ પૂર્ણ થતાં ૩૧ જાન્યુઆરી ૧૯૨૩ના રોજ તેનું ઉદ્દઘાટન કરાયું હતું. બરોડા સ્ટેટના સ્ટેટ કોન્ટ્રાક્ટર છે પેસ્તનજી અગિયારીનું નિર્માણ કર્યું હતું તે સમયે એટલે કે એક સદી પહેલાં અગિયારીના નિર્માણ પાછળ રૂા. ૧.૭૦ લાખનો ખર્ચ થયો હતો. અગિયારીની મુખ્ય ઈમારતમાં ચાર વિશાળ ખંડ છે. પ્રથમ ખંડમાં પારસીઓ જેની આરાધના કરે છે તે આતશ એટલે કે અગિનિ પ્રજવલિત છે.
આ આતશની ખૂબી એ છે કે ઈરાનથી પારસીઓ અગ્નિ ઉદવાડા લાવ્યા હતા અને ત્યાં સ્થાપના કરી હતી જેને આતશ બહેરામ કહેવાય છે.વડોદરામાં અગિયારીનું નિર્માણ પૂર્ણ થતાં ઉદવાડાથી આતશ અહીં લવાયો હતો. ત્યારથી આજ સુધી એટલે કે ૧૦૨ વર્ષથી આતશ અખંડ રીતે પ્રજવલિત છે.વડોદરામાં પારસીઓનું આ પહેલું ધર્મ સ્થાન હતું. કમ્પાઉન્ડમાં મુખ્ય ઈમારત ઉપરાંત ધર્મશાળા, કોમ્યુનિટી હોલ અને મૃત્યુ પછીની વિધિઓ માટે બંગલી પણ છે અને એક નાનું ઉદ્યાન પણ છે. આજના કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે જાણીતા આર્કિટેકટ તથા પારસી અગ્રણી પદ્મશ્રી, પદ્મભૂષણ હાફિઝ કોન્ટ્રાક્ટર, સ્વામી વિવેકાનંદ સંસ્થાન રાજકોટના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજી અને અમદાવાદ સ્થિત અગિયારીના દસ્તુરજી (ધર્મગુરૂ),ડૉ.ખુશરૂ હોમી ઘડિયાલી, ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ, સભા સેક્રેટરી ચિંતન દેસાઈ, મ્યુ.કાઉન્સિલર જાગૃતિ કાકા તથા પારસી પંચાયતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
Reporter: admin