News Portal...

Breaking News :

વ્યાજખોરીને ડામવાના પોલીસના દાવાઓનો મજાક ઉડાવતા વ્યાજખોરો

2024-07-20 16:14:11
વ્યાજખોરીને ડામવાના પોલીસના દાવાઓનો મજાક ઉડાવતા વ્યાજખોરો





ફતેપુરા વિસ્તારમાં વ્યાજખોરો દ્વારા વ્યાજ નહીં આપનાર ઈસમ ઉપર જીવલેણ હુમલો કર્યા હોવાની ઘટના સામે આવી..
તલવાર અને ચપ્પુ જેવા મારા હથિયારથી ઈજા પામેલ યુવકને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડાયો..



શહેર પોલીસ દ્વારા વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવાની વાતનો છેદ ઉડાવતી એક ઘટના ફતેપુરા વિસ્તારમાંથી સામે આવી છે. પોલીસ દ્વારા અવારનવાર વ્યાજખોરો સામે કડક હાથે કાર્યવાહી કરવાની મોટી જાહેરાતો કરવામાં આવી રહી છે આ માટે પોલીસ વિભાગ દ્વારા  લોક દરબારનું પણ આયોજન કરવામાં આવે છે. વ્યાજખોરોના દુષણ સામે પોલીસની કડક કામગીરીના પોકળદાવા આ ઘટના બન્યા બાદ ખુલ્લા પડી ગયા છે. 


શહેરના ફતેપુરા વિસ્તારમાં ઉંચા વ્યાજે નાણાં ધીરવાનો ધંધો કરનાર વ્યાજખોરો દ્વારા રૂપિયા લેનાર ઇસમ પાસેથી વ્યાજ વસુલવાની બાબતે બબાલ કરીનએ ઘાતક શસ્ત્રો સાથે હુમલો કરીને માર મારવાની ઘટના સામે આવી છે. શહેરના ફતેપુરા વિસ્તારમાં આવેલ સૈયદવાળાના નાક પર આજે  એક જ કોમના બે વ્યક્તિઓ વચ્ચે મારમારીની ઘટના સયાજી હોસ્પીટલના ચોપડે નોંધાઇ છે. વ્યાજે રૂપિયા આપનાર અઝજર નામના માથાભારે ઇસમે વ્યાજ પર રૂપીયા લઈને વ્યાજ નહિ આપનાર એક ઇસમ પર જીવલેણ હુમલો કર્યો હતો. વ્યાજખોર અઝહર અને તેના સાગરીતો અનિસ,જુનેદ ટાલિયો વાડી. વિસ્તારમાં.અમલેટની લારી ચલાવતો કમાલુદિન શૈયદ સહિત અન્ય ચાર થી પાંચ જેટલા ઇસમોને તલવાર અને ચપ્પુ જેવા મારક હથિયારો વ્યાજ નહિ ચૂકવનાર ઇસમ પર જીવલેણ હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી હતી. જીવલેણ હુમલાના બનાવમાં ઈજાગ્રસ્ત વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. હાલ તો પોલીસે ઇજાગ્રસ્ત ઇસમની ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.

Reporter: admin

Related Post