કઠુઆ: પાકિસ્તાનમાંથી ઘુસાખોર આતંકીઓ અલ્ટ્રાસેટ હેંડસેટ હાઇબ્રિડ કોમ્યુનિકેશન સિસ્ટમ પર ચાલે તેવા સેલ્યુલર ટેક્નીકને વિશેષ રેડિયો ઉપકરણો અને અમેરિકી બનાવટની ઘાતક એમ૪ કાર્બાઇન રાઇફલનો ઉપયોગ હુમલાઓ કરવા માટે કરી રહ્યા હોવાનું તપાસકર્તાઓ નિષ્ણાંતોનું માનવુ છે.
આતંકીઓએ હુમલા માટે અમેરિકી બનાવટની ઘાતક તેમજ કાર્બાઇન રાઇફલનો ઉપયોગ કર્યો હતો.અમેરિકાએ આ રાઇફલનું ઉત્પાદન ૧૯૮૭માં શરૂ કર્યું હતું જેેને તમામ રાઇફલ્સમાં સૌથી ઘાતક માનવામાં આવે છે. નજીકના હુમલામાં આ ઓટોમેટિક રાઇફલનો વધુ ઉપયોગ થાય છે. આ અમેરિકી ઇન્ફ્રેંટ્રીનુ પહેલુ હથિયાર છે. રાઇફલથી છૂટેલી ગોળી ત્રણ હજાર ફૂટ પ્રતિ સેકન્ડની ગતિથી આગળ વધે છે. જેને કારણે ટાર્ગેટને સ્થળ પરથી છટકવાનો કોઇ સમય જ નથી મળતો. જેથી ૬૦૦ મીટરની રેંજ સુધી નિશાન ચુકવાની શક્યતાઓ બહુ જ ઓછી રહે છે.આતંકીઓએ આ રાઇફલનો ઉપયોગ ઇરાક-સીરિયા, અફઘાનિસ્તાન, યમન, આફ્રિકા વગેરે ક્ષેત્રોમાં ઉપયોગ કર્યો છે. હવે તે જમ્મુ કાશ્મીર સુધી પહોંચી ગઇ છે.
બંદુકનું વજન માત્ર ત્રણથી ચાર કિલો જ હોવાથી તેને ઉઠાવવી સરળ બની જાય છે. અત્યાર સુધીમાં અમેરિકાએ પાંચ લાખથી વધુ આવી રાઇફલ બનાવી છે. કાશ્મીરમાં આતંકીઓ પાસે આ રાઇફલ પાકિસ્તાનની મદદથી પહોંચી હોય તેવી શક્યતાઓ છે. આતંકીઓ હાઇબ્રિડ કોમ્યુનિકેશન સિસ્ટમનો ઉપયોગ કરી રહ્યા છે. આતંકીઓ દ્વારા પાકિસ્તાનમાં બેઠેલા પોતાના આકાઓનો સંપર્ક કરવા માટે આ નેટવર્કનો ઉપયોગ કરી રહ્યા છે. સૈન્યની તપાસ દરમિયાન આવા અલ્ટ્રાસેટ સિસ્ટમ મળી આવ્યા છે જેનો ઉપયોગ આતંકીઓ પુરી પ્લાનિંગ સાથે કરી રહ્યા છે અને આતંકી હુમલાને અંજામ પણ આ સિસ્ટમની મદદ લઇને આપ્યો હોવાના પણ અહેવાલો છે.
Reporter: News Plus