રિયાધ: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના રિયાધ યાત્રા દરમિયાન સાઉદી અરેબિયા સાથે ઐતિહાસિક ડીલ સાઈન કરી છે.
અમેરિકા અને સાઉદી અરેબિયાએ લગભગ 142 અબજ ડોલરના રક્ષા કરાર પર હસ્તાક્ષર કર્યા છે. વ્હાઈટ હાઉસે તેને ઇતિહાસનો સૌથી મોટો રક્ષા કરાર ગણાવતા કહ્યું હતું કે, તેના હેઠળ સાઉદી અરેબિયાને અત્યાધુનિક હથિયાર ઉપલબ્ધ કરાવવામાં આવશે.જણાવી દઈએ કે, મંગળવારે અમેરિકન પ્રમુખ દ્વિપક્ષીય યાત્રા માટે સાઉદી અરેબિયા પહોંચ્યા છે.
ટ્રમ્પની સાથે ઇલોન મસ્ક સહિત અમેરિકન વ્યાપારજગતના નેતા પણ છે. કરાર થયા બાદ વ્હાઈટ હાઉસે એક નિવેદનમાં કહ્યું કે, 'અમેરિકન અને સાઉદી અરેબિયાએ ઇતિહાસમાં સૌથી મોટા રક્ષા કરાર પર હસ્તાક્ષર કર્યા, લગભગ 142 અબજ ડોલર.'
Reporter: admin