News Portal...

Breaking News :

અમેરિકાએ H-1B વિઝા માટેની રેન્ડમ લોટરી સિસ્ટમને સમાપ્ત કરીને વેતન-આધારિત પસંદગી પ્રણાલીને અંતિમ સ્વરૂપ આપી દીધું

2025-12-24 10:06:21
અમેરિકાએ H-1B વિઝા માટેની  રેન્ડમ લોટરી સિસ્ટમને સમાપ્ત કરીને વેતન-આધારિત પસંદગી પ્રણાલીને અંતિમ સ્વરૂપ આપી દીધું


વોશિંગ્ટન : અમેરિકાના H-1B વિઝા મેળવવાની પ્રક્રિયામાં એક મોટો અને ઐતિહાસિક ફેરફાર થવા જઈ રહ્યો છે. 



અમેરિકન હોમલેન્ડ સિક્યુરિટી ડિપાર્ટમેન્ટ (DHS) એ H-1B વિઝા માટેની લાંબા સમયથી ચાલી રહેલી રેન્ડમ લોટરી સિસ્ટમને સમાપ્ત કરીને વેતન-આધારિત પસંદગી પ્રણાલીને અંતિમ સ્વરૂપ આપી દીધું છે. આનો સીધો અર્થ એ છે કે હવે H-1B વિઝા મેળવવા માટે કિસ્મત નહીં, પરંતુ અરજદારનો પગાર અને તેની કુશળતા મુખ્ય ભૂમિકા ભજવશે.આ નવો નિયમ 27 ફેબ્રુઆરી, 2026 થી અમલમાં આવશે અને તે નાણાકીય વર્ષ 2027ના H-1B રજિસ્ટ્રેશન પર લાગુ થશે. આ માટેની નોંધણી માર્ચ 2026માં શરૂ થવાની ધારણા છે, જ્યારે પસંદ થયેલા ઉમેદવારોની નોકરી 1 ઓક્ટોબર, 2026થી શરૂ થશે. સરકાર દ્વારા એ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે H-1B વિઝાની કુલ સંખ્યામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.  


દર વર્ષની જેમ 65,000 રેગ્યુલર અને 20,000 યુએસ એડવાન્સ ડિગ્રી ધારકો માટેના વિઝા યથાવત રહેશે. નવા નિયમ હેઠળ, જે કંપનીઓ તેમના કર્મચારીઓને વધુ પગાર ઓફર કરશે, તેમની અરજી પસંદ થવાની સંભાવના વધી જશે. ઓછા પગારવાળી નોકરીઓ પણ પાત્ર રહેશે, પરંતુ તેમની પસંદગીની શક્યતા ઓછી થઈ જશે.ટ્રમ્પ પ્રશાસનનું કહેવું છે કે આ ફેરફારનો મુખ્ય હેતુ સિસ્ટમમાં થતી છેતરપિંડી અને ડુપ્લિકેટ અરજીઓને રોકવાનો છે. છેલ્લા કેટલાક વર્ષોથી એવા આરોપો લાગી રહ્યા હતા કે કેટલીક કંપનીઓ મોટી સંખ્યામાં ઓછા પગારવાળી અરજીઓ દાખલ કરીને લોટરી સિસ્ટમનો દુરુપયોગ કરી રહી હતી. USCISના પ્રવક્તા મેથ્યુ ટ્રેગેસરે જણાવ્યું કે, "વર્તમાન રેન્ડમ પસંદગી પ્રક્રિયાનો દુરુપયોગ થઈ રહ્યો હતો, અને ઘણી કંપનીઓ અમેરિકન કર્મચારીઓ કરતાં ઓછા પગારે વિદેશી કર્મચારીઓને લાવવાનો પ્રયાસ કરી રહી હતી

Reporter: admin

Related Post