પાલિકા હોય કે શિક્ષણ વિભાગ હોય બધાને ખિસ્સામાં રાખીને ફરતા સ્કૂલ સંચાલકો...
સ્કૂલ, પહેલાં પણ ગેરકાયદેસર બાંધકામ અને ઓક્યુપેશન સર્ટિફિકેટ લીધા વિના ચલાવવાને લઈને વિવાદમાં આવી છે.
વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલ વિદ્યામંદિર વિદ્યાલય સ્કૂલમાં ખાનગી ટ્યુશન ક્લાસીસ ગેરકાયદેસર રીતે ચલાવાતાં હોવાનો ખુલાસો થયો છે. નિયમ મુજબ કોઈપણ સરકારી કે ખાનગી શાળામાં ટ્યુશન ક્લાસીસ ચલાવી શકાતા નથી. તેમ છતાં સ્કૂલના સંચાલકો દ્વારા કાયદાનો ભંગ કરવામાં આવી રહ્યો છે. ખાસ વાત એ છે કે આ સ્કૂલ પહેલાં પણ ગેરકાયદેસર બાંધકામ અને ઓક્યુપેશન સર્ટિફિકેટ લીધા વિના ચલાવવાને લઈને વિવાદમાં આવી ચૂકી છે.
બિલ્ડિગ યુઝ સર્ટિફિકેટ વિના જ સ્કૂલનું સંચાલન
વિધામંદિર વિદ્યાલય સ્કૂલ રે.સ. નં. ૪૪૮ ટી.પી. ૧૦ વિસ્તારમાં આવેલ છે, જ્યાં બાંધકામની પરવાનગી તો લેવાઈ હતી, પરંતુ આપેલી રજાચિઠ્ઠી વિરુદ્ધ કામ થયું છે. આજે સુધી બિલ્ડિંગ યુઝ સર્ટિફિકેટ અને ઓક્યુપેશન સર્ટિફિકેટ લેવાયા નથી. આથી સ્કૂલનો ઉપયોગ કાયદેસર રીતે બિનઅધિકૃત ગણાય છે, છતાં શિક્ષણ અધિકારીઓ અને મ્યુનિસિપલ તંત્ર કોઈ પગલાં લેતા નથી.

શિક્ષણ વિભાગ અને પાલિકાની મૌનસંમતિ ?
ગેરકાયદેસર સ્કૂલ સંચાલન સામે કોઈ નોટિસ કે કાર્યવાહી ન થતા પ્રશ્નો ઉઠી રહ્યા છે કે શિક્ષણ અધિકારીઓ, કમિશનર અને ડેપ્યુટી કમિશનર શા માટે મૌન છે?
પૂર્વ કમિશનરના, નિવૃત્ત પી.એ.ની આગેવાની હેઠળ ગુપ્ત બેઠક
માહિતી મુજબ, પૂર્વ કમિશનરના નિવૃત્ત પી.એ.ની આગેવાની હેઠળ તાજેતરમાં સ્કૂલની આચાર્ય કક્ષામાં બંધ બારણે બેઠક યોજાઈ હતી. તેમાં સ્કૂલ સંચાલકો, આર્કિટેક્ટ અને પૂર્વ વિદ્યાર્થીઓએ નક્કી કર્યું હતું કે લાખોની ટી.પી. ઇન્ક્રીમેન્ટ રકમ અને બિલ્ડિંગ યુઝ સર્ટિફિકેટ લીધા વગર પણ સ્કૂલ ચાલુ રાખવામાં આવશે.
નોટિસ નહી અપાયની ટીડીઓની બાંહેધરી ! બેરોકટોક વપરાશ ચાલુ
ટી.ડી.ઓ. શાખા અને સ્કૂલ સંચાલકો વચ્ચે થયેલી ગુપ્ત બેઠકો બાદ નક્કી થયું કે વિદ્યામંદિર વિદ્યાલયને કોઈ નોટિસ આપવામાં આવશે નહીં. આથી સ્કૂલનો ગેરકાયદેસર વપરાશ ચાલુ છે.
કાયદા મુજબ કડક કાર્યવાહી શક્ય
શહેરના શિક્ષણ અધિકારીએ જણાવ્યું કે કોઈપણ ખાનગી કે સરકારી શાળામાં ટ્યુશન ક્લાસીસ ચલાવવું કાયદેસર નથી. શિક્ષણ અધિનિયમનો ભંગ કરનારા સંચાલકો સામે કડક કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે.
– મહેશ પાંડે, શિક્ષણ અધિકારી
ટી.ડી.ઓ પરીમલ પટણીને ફક્ત બાંધકામ પરવાનગી,ભષ્ટાચારમાં જ રસ....વિદ્યામંદિર વિદ્યાલય સ્કુલ
મોજે ગોત્રી રે.સ.નંબર ૪૪૮ ટી.પી. ૧૦ અંતિમ ખંડ નં ૪૯ મા આવેલ વિદ્યામંદિર વિદ્યાલય સ્કૂલ ધણા વર્ષથી બિલ્ડીંગ યુઝ પરમીશન વગર ગેરકાયદેસર વાપર ઉપયોગ ચાલુ છે. વિદ્યામંદિર વિદ્યાલય સ્કૂલની બાંધકામ પરવાનગી મેળવેલ છે. પરંતુ સ્થળે આપેલ રજાચિઠી વિરુદ્ધનું બાંધકામ કરેલ છે. વાપર ઉપયોગનુ ઓક્યુપેશન સર્ટિફિકેટ (બિલ્ડીંગ યુઝ) સર્ટિફિકેટ મેળવવામા આવેલ નથી.અને ગેરકાયદેસર સ્કુલ નો વાપર ઉપયોગ શરુ કરેલ છે. સ્કુલનો ઓક્યુપેશન સર્ટિફિકેટ બિલ્ડીંગ યુઝ લીધા વિના ગેરકાયદેસર વાપર ઉપયોગ કરવો એ ટાઉન ડેવલપમેન્ટ ના cgdcr વિરુદ્ધ અને ગેરકાયદેસર છે. છતાં ગોત્રીમાં આવેલ વિદ્યામંદિર વિદ્યાલય સ્કુલ ગેરકાયદેસર રીતે ચાલુ છે. ટી.ડી.ઓ પરીમલ પટણીને જાણમાં હોવા છતા ગેરકાયદેસર રીતે સ્કુલ ચાલુ હોય ઘણા બાળકો શિક્ષણ લઈ રહ્યા છે. અને તક્ષશિલા સુરત જેવી દુર્ધટના બને તો જવાબદાર કોણ ટી.ડી.ઓ પરીમલ પટણી,કે પછી વડોદરા શહેર ના શિક્ષણ વિભાગ ના અધિકારી ? મહાનગર પાલિકાના બાહોશ કહેવાતા મ્યુનિસિપલ કમિશનર,ડે.મ્યુનિસિપલ કમિશનરશ્રી(પશ્ચિમ), બાંધકામ પરવાનગી શાખાના કર્મચારીઓ અધિકારીઓ સામે શિક્ષાત્મક પગલા ભરવા અને ગંગાજળની કાર્યવાહી સામે કેમ નત મસ્તક છે? એ પણ એક પશ્ર્ન છે. ગોત્રીમાં આવેલ વિદ્યામંદિર વિદ્યાલય સ્કૂલના સંચાલકો દ્વારા સ્કુલમાં ગેરકાયદેસર બાંધકામ કરેલ હોય, બિલ્ડીંગ યુઝ પરમિશન વગર ગેરકાયદેસર વાપર ઉપયોગ કરી રહ્યા હોય તેમ છતા વિદ્યામંદિર વિદ્યાલય સ્કૂલના સંચાલકો દ્વારા સ્કુલમાં ગેરકાયદેસર રીતે પ્રાઈવેટ ટયુશન ક્લાસીસ ચલાવવાની જાહેરાત આપવામા આવેલ છે. સદર સ્કુલમાં ચાલુ સ્કુલ દરમિયાન અને ચાલુ ક્લાસીસ દરમિયાન કોઈ દુર્ધટના બને તો જવાબદાર કોણ મ્યુનિસિપલ કમિશનર, ડે.મ્યુનિસિપલ કમિશનર, ટી.ડી.ઓ પરીમલ પટણી , શહેરના શિક્ષણ વિભાગના અધિકારી કે સ્કુલ સંચાલકો ? અમોને જાણવા મળેલ મુજબ પુર્વ કમિશ્નર ના નિવૃત્ત પી.એ. ની હાજરીમા નક્કી થયુ કે ભલે વિદ્યામંદિર વિદ્યાલય સ્કૂલનુ બિલ્ડીંગ યુઝ સર્ટિફિકેટ મેળવેલ ન હોય ,ટી.પી. ઇન્ક્રીમેન્ટ કોંટિબ્યુશન ની રકમ ભરેલ ન હોય, ( મહાનગર પાલિકાની તીજોરીને લાખોની નુકસાન કરેલ હોય) ગેરકાયદેસર બાંધકામ કરેલ હોય તેમ છતા ટી.ડી.ઓ પરીમલ પટણી દ્વારા હાલ સુધી કોઈ જાતની કાર્યવાહી કરવામાં આવેલ નથી... અને કોઈ નોટિસ આપવામા આવેલ નથી.હવે પણ કોઈ નોટિસ આપવામા આવશે નહીં,તેવું મિટીંગમાં નક્કી થયું !!
Reporter:







