દિવાળીપુરા સરકારી નર્સિંગ કોલેજ ખાતે મેસમાં ખાવામાં જીવડા ઇયળો કાંકરા નીકળતા આજે યુવરાજસિંહ જાડેજા પહોંચ્યા.

દિવાળીપુરા ખાતે આવેલ સરકારે નર્સિંગ કોલેજ વેક્સિન કેમ્પસ ખાતે વિદ્યાર્થીઓ દ્વારા મેસની 2450 રૂપિયા દર મહિને આપવામાં આવે છે પરંતુ વિદ્યાર્થીઓને યોગ્ય ભોજન આપવામાં આવતું નથી જેને લઇને વિદ્યાર્થીઓએ આક્ષેપો કર્યા હતા કે ખાવામાં જીવડા ઈયાળો કાકરા નીકળતા હોય છે.

વિદ્યાર્થીઓએ અનેક વખત રજૂઆત કરી છતાં પણ કોઈ પણ પ્રકારનો નિરાકરણ ન આવતા આજે યુવરાજ સિંહ જાડેજા સરકારી કેમ્પસ ખાતે આવી પહોંચ્યા હતા અને કોલેજના અધિકારીઓ ચર્ચા કરવા પહોંચ્યા હતા પરંતુ તેવો ને મળ્યા પણ નહી. અને વિધાર્થીઓ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા કે ખાવાની સાથે સફાઈ ની સુવિધા પણ અહીંયા મળતી નથી જેને લઈને વિદ્યાર્થીઓમાં આક્રોશ જોવા મળ્યો હતો.








Reporter: admin







