વડોદરા : સમરસ ગર્લ્સ હોસ્ટેલ વડોદરામાં વિદ્યાર્થિનીઓને આ વર્ષે ગરબા રમવા નહી લઈ જવાના નિર્ણય ને કારણે વિદ્યાર્થીનીઓએ હોબાળો મચાવ્યો હતો.
દર વર્ષે બસ ની સુવિધા સાથે એમને પોલીસ બંદોબસ્તના સાથે લઈ જવામાં આવે છે.વિદ્યાર્થીનીઓ એ સાંસદ હેમાંગ ભાઈ જોશીને રજૂઆત કરી હતી.એમને એમને ગરબા રમવા વ્યવસ્થા કરવાની સાંત્વના આપી હતી.વિદ્યાર્થીની ઓને સાંસદ પર પૂરો વિશ્વાસ છે એમની વાત સંભાળશે અને હર્ષ સંઘવીના કીધાં પ્રમાણે એ ગરબા રમી સકશે.
વિદ્યાર્થીનીઓ માત્ર 12 વાગ્યા સુધી એમને ગરબા રમવા બસમાં લઇ જાય એવી એમની માંગ છે જે સંતોષવા માં આવે.નહિ તો આવતી કાલ થી ભૂખ હડતાળ પર પણ ઉતરી સકશે.આજે નારા લગાવી અને રામધૂન સાથે તેમને શાંતિ પૂર્ણ રીતે આંદોલન કર્યું હતું.હોસ્ટેલના વોર્ડન મેડમ આ ઘટના દમિયાન હાજર હતા નહિ.
Reporter: admin