News Portal...

Breaking News :

ભારતીય ઘરોમાં લાગેલા ચાઇનીઝ હોમ સર્વેલન્સ કેમેરા યુઝર્સના ગેઝેટ્સનો ઉપયોગ જાસૂસી માટે થઈ શકે છે

2024-10-05 09:52:41
ભારતીય ઘરોમાં લાગેલા ચાઇનીઝ હોમ સર્વેલન્સ કેમેરા યુઝર્સના ગેઝેટ્સનો ઉપયોગ જાસૂસી માટે થઈ શકે છે


નવી દિલ્હી : લેબનોનમાં પેજર વિસ્ફોટો પછી ભારત ચીનમાં બનેલા ઉત્પાદનના મામલે ફૂંકીફૂંકીને કદમ મૂકી રહ્યું છે. 


ભારત ટૂંક સમયમાં સીસીટીવી કેમેરા, સ્માર્ટ મીટર, પાર્કિંગ સેન્સર, ડ્રોનના હિસ્સા અને લેપટોપ કે ડેસ્કટોપ પણ વિશ્વસનીય જગ્યાએથી સોર્સ કરવાનું પગલું લઈ શકે છે. હવે ચિંતાજનક વાત એ બહાર આવી છે કે દેશના 79 ટકા ભારતીય કુટુંબો એક કે બીજી રીતે ચીનના ઉત્પાદનોનો ઉપયોગ કરે છે.તેમાં મોબાઇલ ફોન, લેપટોપ, રેફ્રિજરેટર, કાર પાર્ટ, એલઇડી બલ્બ વગેરેનો સમાવેશ થાય છે. આ ગેઝેટ્સનો ઉપયોગ જાસૂસી માટે થઈ શકે છે.બીજા સ્માર્ટફોનની તુલનાએ સસ્તા હોવાના લીધે ચીનના ફોનની માંગ બનેલી છે. આંકડાઓના વિશ્લેષણ પરથી ખબર પડી છે કે 25 ટકા જવાબ દેનારાઓ પાસે એક કે બીજું મેડ ઇન ચાઇના ગેજેટ છે. જ્યારે 21 ટકા લોકો પાસે તો ચીનના પાંચેક ઉત્પાદનો છે. જ્યારે ચાર ટકા લોકો પાસે ચીનના છથી દસ ઉત્પાદનો છે. જ્યારે બે ટકા લોકો પાસે ચીનના દસથી વધુ ઉત્પાદનો છે. જ્યારે 27 ટકા લોકોએ જણાવ્યું હતું કે તેમની પાસે ચીનની પ્રોડક્ટ છે, પરંતુ કેટલી છે તેની તેમણે ગણતરી કરી નથી. 


આ પહેલા ભારત સરકારે જાસૂસી સોફ્ટવેર રાખવા માટે કેટલાય ચીની એપ્સ અને ઉત્પાદનો પર પ્રતિબંધ લગાવીને નાગરિકોની સલામતી માટે મહત્ત્વના પગલાં ઉઠાવ્યા છે. ગયા વર્ષે જુલાઈમાં મોબાઇલ સાઇબર સુરક્ષા કંપની પ્રાડિયોના સાઇબર સુરક્ષા વિશ્લેષકોએ જણાવ્યું હતું કે ગૂગલ પ્લે પર બે એપ્સમાં સ્પાયવેર મળી આવ્યો હતો, જે ચીનમાં શંકાસ્પદ સર્વરોને ડેટા મોકલી રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે ભારતીય ઘરોમાં લાગેલા ચાઇનીઝ હોમ સર્વેલન્સ કેમેરા માટે યુઝર્સને એક એપ ડાઉનલોડ કરવી જરુરી હોય છે, જે મોટાભાગના કેસમાં ઘરના ફોટા અને વિડીયો લે છે. તેનો ચીનના એક સર્વર પર સંગ્રહ કરવામાં આવે છે.આ જ રીતે ભારતીય ઘરોમાં લાગેલું ચાઇનીઝ એર પ્યુરીફાયર એપની મદદથી જ ખોલી શકાય છે કે બંધ કરી શકાય છે. આ સરવેમાં 323 જિલ્લાના 24 હજારથી વધુ લોકોએ ભાગ લીધો હતો. તેમા 64 ટકા પુરુષ અને 36 ટકા મહિલાઓ હતી.

Reporter: admin

Related Post