News Portal...

Breaking News :

વડસર, લાલબાગ, ફતેગંજ પૂલ પરથી બિનજરુરી ૪૬૯૩ મેટ્રિક ટન ડેડવેટનો જથ્થો હટાવ્યો

2025-07-17 12:48:56
વડસર, લાલબાગ, ફતેગંજ પૂલ પરથી બિનજરુરી ૪૬૯૩ મેટ્રિક ટન ડેડવેટનો જથ્થો હટાવ્યો


વડોદરા:  શહેરના વડસર, લાલબાગ અને ફતેગંજ પૂલ પર બિનજરૃરી લોડ વધારતા ડામરના રોડા સહિતનું મટિરિયલ્સ હટાવી દેવાયું હતું. આવું આશરે ૪૬૯૩ મેટ્રિક ટન ડેડવેટ દૂર કરાયું હતુ.




કોર્પોરેશને ૪૩માંથી ૪૧ બ્રિજનું ઇન્સ્પેક્શન કર્યા બાદ પરિવહન માટે તે સલામત ગણાવ્યા છે. શહેરમાં હાલ સમા એબેકસ, વાસણા, ભાયલી, ખોડિયારનગર, સરદાર એસ્ટેટ તથા વૃંદાવન ચોકડી એમ ૬ બ્રિજની કામગીરી ચાલુ છે. જેમાં બ્રિજના સાઇડ સર્વિસ રોડ પર ચોમાસા દરમિયાન પડેલા ખાડાનું રિપેરિંગ કરવાનું ચાલુ કરાયું છે.મ્યુનિ. કમિશનરે શક્ય હોય ત્યાં સુધી રાત્રિના સમય દરમિયાન તમામ વિસ્તારની ખાડા પૂરવાની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા સૂચના આપી છે.

Reporter: admin

Related Post