News Portal...

Breaking News :

એકતા પદ યાત્રા કે રાજકીય ટાંટિયા ખેંચ યાત્રા ?

2025-12-01 11:31:28
એકતા પદ યાત્રા કે રાજકીય ટાંટિયા ખેંચ યાત્રા ?


એકતા પદયાત્રામાં આમજનતા સ્વયંભૂ જોડાઈ નથી. આદેશને પગલે કાર્યકરો હાજરી પુરાવીને અલોપ થઈ જાય છે...
એકતા યાત્રામાં અવ્યવસ્થા: હોદેદારની ગેરવર્તણૂકથી BJPમાં તણાવ..
યાત્રામાં ઘટતી ભીડ–ફોટો સેશનની રાજનીતિ બહાર આવી..


વડોદરામાં ‘એકતા યાત્રા’ રાજકીય દેખાવ બન્યાના આક્ષેપો...
સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ ઉજવણી અંતર્ગત BJP દ્વારા કરમસદથી કેવડિયા સુધી એકતા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે યાત્રા ગઈકાલે વડોદરા શહેરમાં પ્રવેશ કરી હતી. કેન્દ્રીય સૂચના પ્રમાણે કેન્દ્રના તથા રાજ્યના આગેવાનોને આ કાર્યક્રમમાં જોડાવા માટે રાજકીય ફરજવશ ભાગ લેવાનો આદેશ અપાયો હતો. પરંતુ, આયોજનની જવાબદારી સોંપાયેલા પ્રદેશ હોદેદારના વર્તનને લઈને શહેર BJPમાં તણાવ સર્જાયો છે. હોદેદાર પોતાની પસંદગીના આગેવાનો અને લોબીને અગત્ય અપાતા, સામાન્ય કાર્યકરો તથા મીડિયા કર્મીઓ સાથે વડોદરા શહેરમાં યાત્રા પ્રવેશતાની સાથે ગેરવર્તણૂક થવાના બનાવો સામે આવ્યા છે. જેના કારણે કાર્યક્રમ દરમિયાન ભારે અવ્યવસ્થા સર્જાઇ હતી. કેટલાક આગેવાન કાર્યકરોએ આ બાબતે પ્રદેશ સ્તરે ફરિયાદ પણ કરી હોવાનું જાણવા મળ્યું છે.એસઆઇઆરની કામગીરી સામે રાજ્યમાં વધી રહેલા રોષ અને થયેલી આત્મહત્યાઓના મુદ્દે જનતા ધ્યાન ન આપે તેવા રાજકીય હેતુસર આ યાત્રા જાહેર કરવામાં આવી હોવાના પણ આક્ષેપો ઉઠ્યા છે. આવનારી પાલિકા ચૂંટણીને ધ્યાને લઈને યાત્રાને પ્રચારના સાધન તરીકે ઉપયોગ કરવાની રાજકીય વ્યૂહરચના જોવા મળી રહી છે.



એકતા યાત્રામાં ઘટતી ભીડ — ‘ફોટો ઓપ’ માટે કોર્પોરેટર્સ, નેતા ગેરહાજર : સંગઠન પર સવાલો


વડોદરા શહેરમાં યાત્રાના ત્રીજા દિવસે સવારે નીકળેલી યાત્રાના પ્રારંભિક તબક્કામાં નેતાઓ હાજર રહ્યા હતા, પરંતુ થોડા જ સમયમાં દૃશ્ય બદલાયું હતું.કીર્તિસ્તંભ વિસ્તારથી આગળ વધતી યાત્રામાં કાર્યકરોની સંખ્યા અચાનક ઘટી ગઈ હતી અને યાત્રા માત્ર ચાલતા એક ટોળામાં ફેરવાઈ ગઈ હતી. માણેજા પહોંચતા તો સંખ્યા નગણ્ય રહી ગઈ હતી.યુવા મોર્ચાના પ્રમુખ હાજર હોવા છતાં યુવા કાર્યકરો દેખાયા ન હતા. યુવા મોરચા પ્રમુખ પાર્થ પુરોહિત તેની વર્તણૂક ના કારણે તેની સામે રોષે ભરાયા છે રેલીમાં ઘણાં વોર્ડ પ્રમુખ તેમજ સરકારી કર્મચારીઓ સાથે અશોભનીય વર્તન કર્યું હતું. જેથી કાર્યકર્તા રોષ વ્યક્ત કરી રહ્યા હતા અનેક મોર્ચાના આગેવાનો તેમજ મોટાભાગના કોર્પોરેટરો ગેરહાજર રહ્યા હતા. આ ગેરહાજરીને લઈને સંગઠનની એકતા અને પ્રભાવ અંગે પ્રશ્નો ઊભા થયા છે.સ્થળ પર રહેલા કાર્યકરોમાંનો મોટો વર્ગ યાત્રામાં ભાગ લેવા કરતાં નેતાઓ સાથે ફોટો પડાવવામાં વધુ રસ લેતો હતો. આ પરિસ્થિતિ ભાજપના કેટલાક આગેવાનોની ફોટો સેશન માનસિકતા સામે ચિંતાઓ ઉભી કરે છે.આ તમામ બનાવોને પગલે રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે એકતા યાત્રા વાસ્તવમાં જનસંપર્ક કાર્યક્રમ કરતાં વધુ રાજકીય દેખાવ બની ગઈ છે.

Reporter: admin

Related Post