આ પૂરણપોળી બનાવવા માટે 250 ગ્રામ ખજૂર, 100 ગ્રામ દરેલી ખાંડ, 50 ગ્રામ કાજુના ટુકડા, 50 ગ્રામ માવો, અડધું જાયફળ, કોપરાનું છીણ, 250 ગ્રામ મેંદો, ઘી પ્રમાણસર, પિસ્તાનો ભૂકો પ્રમાણસર જરૂરી છે.
હવે ખજૂરના ઠડીયા કાઢી નાખવા અને ખજૂર ને ક્રશ કરી ખાંડ ઉમેરી ગરમ કરવું. આ ઘટ્ટ થાય એટલે ગેસ બન્ધ કરી ઠંડુ કરવા મૂકવું. ત્યારબાદ તેમાં માવો કાજુના ટુકડા ક્રશ કરી ઉમેરવા અને જાયફળ વાટીને ઉમેરવું, અને ક્રશ કરેલા પિસ્તા ઉમેરવા.હવે બધુ મિક્ષ કરવું જો મિશ્રણ ઢીલું લાગે તો કોપરાનું છીણ કે માવો ઉમેરી દેવો.
હવે બીજી તરફ મેદાના લોટમા ઘી ઉમેરી પાણી વડે પુરી જેવો લોટ બાંધવો. લોટ ને પાંચ મિનિટ રેસ્ટ આપવો ત્યારબાદ લોટનુ અટામણ લઇ જાડી રોટલી વણવી તેમાં માવો ભરી રોટલી ચોતરફ બન્ધ કરી વણી લેવી.બને ત્યા સુધી રોટલી નાની અને જાડી રાખવી. અને ઘી લગાવી શેકી લેવી. બરોબર શેકી લો. આ પૂરણપોળી ખુબ સોફ્ટ બનશે અને ખાવામાં હેલ્થી રહેશે.
Reporter: admin