દિલ્હી : કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે સતત આઠમું બજેટ રજુ કરશે. સવારે 11 વાગ્યે નાણામંત્રીનું ભાષણ શરૂ થયું હતું..

છેલ્લાં ચાર બજેટ અને એક વચગાળાના બજેટની જેમ, આ બજેટ પણ પેપર લેસ છે .આજે સંસદમાં બજેટ રજૂ થાય તે પહેલાં સવારે 10:25 વાગ્યે સંસદમાં કેબિનેટની બેઠક મળી હતી., જેમાં બજેટને મંજૂરી આપવામાં આવશે. આ દરમિયાન, બજેટની નકલ સંસદ ભવનમાં પહોંચી ગઈ છે. આ દરમિયાન, નાણામંત્રી નિર્મલા સીતારમણ રાષ્ટ્રપતિ ભવન પહોંચી ગયા હતા.
નાણામંત્રીએ કહ્યું, 'આ બજેટ સરકારના વિકાસ, સૌનો વિકાસ, મધ્યમ વર્ગની ક્ષમતા વધારવા માટે સમર્પિત છે. આપણે આ સદીના 25 વર્ષ પૂરા કરવા જઈ રહ્યા છીએ. વિકસિત ભારત માટેની અમારી આશાઓએ અમને પ્રેરણા આપી છે.પીએમ ધન ધાન્ય કૃષિ યોજના લાવીશું. 100 જિલ્લાને આવરી લેવાશે. 1.7 કરોડ ખેડૂતોને મળશે લાભ. 7.7 કરોડ ખેડૂત, પશુપાલકો અને કિસાન ક્રેડિટ કાર્ડ હેઠળ 5 લાખ રૂપિયાની લોન મળશે.12 લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં, સરકારનું બજેટમાં મોટું એલાન, નોકરીયાત વર્ગને થશે ફાયદો.
બજેટમાં ટેક્સને લગતી મહત્ત્વની જાહેરાતો
4 વર્ષ સુધી અપડેટેડ રિટર્ન ફાઈલ કરી શકાશે
TDS ની મર્યાદા 6 લાખ કરાઈ
વૃદ્ધો માટે 1 લાખ સુધીની ટેક્સ છૂટ
TCSની મર્યાદા 7 લાખથી વધારી 10 લાખ કરાઈ
Reporter: