News Portal...

Breaking News :

અંડરટ્રાયલ લોકોને જેલમાં રાખવા જોઈએ નહીં: ચીફ જસ્ટિસ ગવઈ

2025-07-08 09:46:08
અંડરટ્રાયલ લોકોને જેલમાં રાખવા જોઈએ નહીં: ચીફ જસ્ટિસ ગવઈ


દિલ્હી : દેશના ચીફ જસ્ટિસ બીઆર ગવઈએ જામીન આપવા મુદ્દે મહત્ત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, જામીન એ નિયમ છે, અને જેલ અપવાદ છે. 


આ એક કાયદાકીય સિદ્ધાંત છે. તેનું પાલન કોર્ટમાં છેલ્લા દિવસોથી થઈ રહ્યું નથી. CJIએ કેરળ હાઇકોર્ટમાં આયોજિત જસ્ટિસ વીઆર કૃષ્ણ અય્યર મેમોરિયલ લેક્ચરમાં આ નિવેદન આપ્યું હતું. CJI બીઆર ગવઈએ કહ્યું હતું કે, જામીન એ નિયમ છે, અને જેલ અપવાદ. આ સિદ્ધાંત ભૂલવાનો પ્રયાસ થઈ રહ્યો છે. પરંતુ મેં મનિષ સિસોદિયા, કે. કવિતા, અને પ્રબિર પુરકાયસ્થ મામલે આ સિદ્ધાંતને પુનઃજીવિત કર્યો હતો. જસ્ટિસ કૃષ્ણ અય્યરનું પણ માનવું હતું કે, અંડરટ્રાયલ લોકોને જેલમાં રાખવા જોઈએ નહીં. ટ્રાયલ વિના લાંબો સમય સુધી જેલમાં રાખવાનો નિર્ણય યોગ્ય નથી.


ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા બીઆર ગવઈએ આગળ કહ્યું કે, ભારતીય ન્યાયપાલિકામાં જસ્ટિસ કૃષ્ણ અય્યરની ઓળખ લીકથી અલગ કામ કરવાના લીધે છે. તેમણે અનેક એવી ચીજો લાગુ કરી છે, જે પરંપરાઓની જેમ ચાલી આવતી હતી. તેમણે આ સિદ્ધાંત પર પણ ભાર મૂક્યો હતો કે, જામીન અધિકાર છે, જેલ અપવાદ છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી કોર્ટ આ સિદ્ધાંતને ભૂલવાનો પ્રયાસ કરી રહી છે. મને આનંદ છે કે, ગત વર્ષે મને તક મળી અને મેં આ સિદ્ધાંતને યાદ અપાવ્યો. મેં પ્રબિર પુરકાયસ્થ, મનિષ સિસોદિયા અને કે. કવિતાના કેસમાં આ સિદ્ધાંતનો અમલ કર્યો.

Reporter: admin

Related Post