શુક્રવારે મળેલી સ્થાયી સમિતીની બેઠકમાં પતરા કાંડના બિલોને મંજૂરી આપવાની દરખાસ્તને સ્થાયી સમિતી દ્વારા મુલતવી કરવામાં આવી છે. ગુજરાતની અસ્મિતાએ સ્થાયીમાં કરાયેલી આ વિવાદાસ્પદ દરખાસ્તને ઉજાગર કરીને વડોદરાની જનતાનું ધ્યાન દોર્યું હતું કે કોર્પોરેશનમાં કેવા ખેલ થઇ રહ્યા છે.

આખરે સ્થાયીમાં આ દરખાસ્તને મુલતવી કરવાની સત્તાધીશોને ફરજ પડી હતી. સ્થાયીમાં આ એક તથા એક વધારાની દરખાસ્ત મળીને તમામ 10 પૈકી 9 દરખાસ્તોને મંજૂર કરી દેવાઇ હતી પણ પતરાં કાંડની દરખાસ્ત મુલતવી રખાઇ હતી. સ્થાયીમાં ઉત્તર ઝોનના વહિવટી વોર્ડ નંબર 5, 7 અને 8ના વિસ્તારમાં કોવિડ-19ના ગાળામાં પતરા લગાવવાના એટલે કે બેરીકેટીંગ કરવાના કામે જીપીએમસી એક્ટની કલમ 67/3/c હેઠળ રચના બિલ્ડીંગ કોન્ટ્રાક્ટર પાસેથી ભાવભત્રની પ્રક્રિયાનો બાધ દુર કરી 2 ટકા અને 3 ટકા અનામત વીમા કપાત તથા કરાર કરવો તથા આનુંસાંગીક કાર્યવાહી પ્રક્રિયામાંથી મુક્તી આપી આ કામગીરીનો ખર્ચ કોવિડ 19ની ગ્રાન્ટમાંથી પડાય તેની કામગીરી અર્થે 2 કરોડ 53 લાખની કમિશનર તરફથી વિવાદાસ્દ દરખાસ્ત કરાઇ હતી. કોરોનાના પાંચ વર્ષ સુધી બિલો કેમ પેન્ડિગ રખાયા તે પણ મોટો સવાલ છે અને હવે જ્યારે ચૂંટણી આવી રહી છે ત્યારે કમિશનરે પોતાની સત્તાનો (દૂર ) ઉપયોગ કરીને સ્થાયીમાં 2 .53 કરોડની દરખાસ્ત રજૂ કરી હતી જેથી ભારે વિવાદ થયો હતો. આ પતરાંકાંડ આખા ગુજરાતમાં ગાજેલો છે અને 2021ની આ દરખાસ્ત અત્યારે કેમ કરાઇ તે મોટો સવાલ છે. આખા ગુજરાતમાં કોરોના સમયનું કોઇ પણ જગ્યાએ પેમેન્ટ બાકી રહ્યું નથી. સવાલ એ છે કે અગાઉના કમિશનરોએ આ દરખાસ્તનો કેમ નિકાલ ના કર્યો? વિજીલન્સ તપાસ કેમ નહી કરાઈ. પતરાં કાંડની આ દરખાસ્તમાં અઢી ગણાં ભાવે પતરા લગાવાની મંજૂરી આપવામાં આવી હતી. ખરેખર તો આ પતરાકાંડની તપાસ થવી જરુરી છે.ભલામણ કોણે કરી? ઓર્ડર કોણે કર્યો? ક્યા કમિશનરે તેને પાસ કર્યો તેની ઉંડાણપૂર્વક તપાસ થવી જોઇએ તથા એક પણ રુપિયો પરત ના કરવો જોઇએ. એ સમયના નેતાઓનાં રાજમાં ભાગબટાઈમાં વાંધો પડ્યો હતો? હવે સેટલમેન્ટ થઈ ગયું, એટલે હવે આ દરખાસ્ત મુકાઇ હતી? કમિશનરને જીપીએમસી એક્ટની કલમ 67-3-સીની જે સત્તા આપેલી છે તેનો દુરપયોગ કોના ઇશારે કરાયો હતો તેની પણ તપાસ થવી જરુરી છે.
કમિશનરને તેમની સત્તાનો ઉપયોગ કરી સ્થાયીમાં દરખાસ્ત કરવાનું કોણે કહ્યું તેની પણ તપાસ થવી જરુરી...
કોરોના કાળની આવી કેટલી દરખાસ્તો પેન્ડીગ છે? જેનો હવે ચૂંટણી નજીક છે જેથી નિકાલ કરવાનો પ્રયાસ થઇ રહ્યો છે. આ પતરા કાંડમાં કોની ભૂમિકા હતી તથા કોના ઇશારે આટલો અધધ ખર્ચો કરાયો હતો તે સહિતના મુદ્દાની તપાસ થવી જરુરી છે. હવે જ્યારે ચૂંટણી નજીક છે ત્યારે કમિશનરને તેમની સત્તાનો ઉપયોગ કરી સ્થાયીમાં દરખાસ્ત કરવાનું કોણે કહ્યું? તેની પણ તપાસ થવી જરુરી છે.

ભાજપની ચંગુ-મંગુની જોડી અલકાપુરીના કાફેમાં વહિવટ કરે છે
ભાજપનાં જ વર્તુળોમાં અને કાર્યકરોમાં ચર્ચા છે કે ભાજપનાં ચંગુ મંગુ અવાર નવાર અલકાપુરીમાં હોટલ હયાતની સામે આવેલા કાફેમાં મળે છે અને ત્યાં બેસીને જ તમામ વહિવટો કરે છે. અહીં જ કોન્ટ્રાક્ટરો રોજ મળવા આવે છે અને પછી ખેલ થાય છે. અગાઉ તો કેમ્પ ઓફિસ આ પ્રકારના વહિવટ માટે બહુ ગાજેલી હતી પણ હવે આ કાફેમાં બેસીને ચંગુ મંગુની જોડી વહિવટો કરે છે. ચંગુને ગતાગમ ના પડે તો મંગુને પુછે છે અને મંગુ હોંશિયાર ખેલાડી છે એટલે ચંગુને વાંધો આવતો નથી. આવા જજો કમાન્ડો ચાલુ રહ્યા તો ના છૂટકે અમારે ચંગુ મંગુ નાં નામ પણ જાહેર કરવાની ફરજ પડશે. ઉપરથી આદેશ છે, સાહેબની ભલામણ છે, તેવું કહી ખોટા કામકાજ મંજૂર કરવામાં આવી રહ્યા છે. 30 વર્ષમાં આવી કરોડો રૂપિયાની કેટલીય દરખાસ્તો ચતુરાઈથી મંજૂર કરાઈ છે.કરોડો રૂપિયાનો સહિયારો ભ્રષ્ટાચાર થયો છે.પાલિકાની તિજોરી ઉપર તરાપ મારવાનું બંધ કરો.હવે, વહીવટી પાંખ,સંગઠન, હોદ્દેદારો,વિરોધ પક્ષ,કોન્ટ્રાક્ટરો- કોઈ મિલીભગત સાથે મનમાનીનાં વહીવટમાં કાળા હાથ કરવાનો પ્રયત્ન કરે નહી,તેમાં તેમની ભલાઈ છે.* દરેક નેતાએ આરટીઆઈ એક્ટીવીસ્ટોને પાળી રાખ્યા છે. ફરિયાદ કરવાની પીઆઈએલ કરવાની, પોલીસ કેસ કરવાની ધમકી અપાય છે.નેતાઓ એમનાં પાલતું ચેલાઓને આગળ ધરે છે. લાગ જોઈને અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર પાસેથી તગડી રકમ વસુલાય છે.કેટલાક સામાજિક કાર્યકરો, પૂર્વ કાઉન્સિલરો, કહેવાતા આર.ટી.આઈ એક્ટિવિસ્ટો,તોડ- પાણી કરનારાં દલાલો, વહીવટદારોને ખુલ્લા પાડો,તે સમયની માંગ છે. ગુજરાત હાઇકોર્ટનાં ચીફ જસ્ટિસની બેંચે આ મહિનામાં જ વડોદરાના એક કહેવાતા આર.ટી.આઈ એક્ટિવિસ્ટ અને શાસક પક્ષના યુવા અગ્રણી ઝાલાભાઇ ભરવાડને જાહેર હિતની અરજી કરવા બદલ 40 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
Reporter: admin







