News Portal...

Breaking News :

રિયાધ ખાતે અમેરિકા અને રશિયા વચ્ચે પહેલી વખત દ્વિપક્ષીય મંત્રણા વચ્ચે યુક્રેને કઝાખસ્તાનને ઓઇ

2025-02-19 09:36:09
રિયાધ ખાતે અમેરિકા અને રશિયા વચ્ચે પહેલી વખત દ્વિપક્ષીય મંત્રણા વચ્ચે યુક્રેને કઝાખસ્તાનને ઓઇ


રિયાધ : રશિયા-યુક્રેન યુદ્ધ પૂરુ કરવા માટે સાઉદી અરેબિયામાં અમેરિકા-રશિયા વચ્ચે બેઠક યોજાઈ હતી. આ બેઠક વચ્ચે યુક્રેને રશિયાને એવો ફટકો માર્યો છે કે રશિયાને તેમાથી બહાર આવતા મહિનાઓ લાગશે. યુક્રેનના આ ભીષણ હુમલામાં રશિયા ઉપરાંત પડોશી દેશ કઝાખસ્તાનને ફટકો પડયો છે.


 યુક્રેને કઝાખસ્તાનને ઓઇલ પૂરુ પાડતી પાઇપલાઇનનો નોંધપાત્ર હિસ્સો ઉડાવી દીધો છે.  યુક્રેનના ડ્રોન હુમલામાં પાઇપલાઇનને  નોંધપાત્ર નુકસાન થયું છે. તેના લીધે આગામી બે મહિનામાં નિકાસને સીધો ૩૦ ટકા ફટકો પડી શકે છે. સોમવારે સાત વિસ્ફોટકથી ભરેલા ડ્રોન કાસ્પિયન પાઇપલાઇન કોન્સોર્ટિયમ (સીપીસી)ના એક પમ્પિંગ સ્ટેશન સાથે અથડાયા હતા. આ પાઇપલાઇન કઝાખસ્તાનના ઓઇલને દક્ષિણ રુસ થઈને બ્લેક સી દ્વારા નિકાસ કરે છે. તેમા પશ્ચિમી યુરોપને પણ તેનો હિસ્સો પહોંચે છે. તેથી ઓઇલનો પુરવઠો ઘટતાં યુરોપને પણ તેના લીધે ફટકો પડી શકે છે. લગભગ 1500 કિ.મી. લાંબી પાઇપ લાઇન એક કોન્સોર્ટિયમનો હિસ્સો છે. 


રશિયાને પણ આ પાઇપલાઇન તેને ત્યાંથી પસાર થેવા દેવા બદલ નોંધપાત્ર ફી મળે છે. તેમા રશિયા અને કઝાખસ્તાનની સરકારોની સાથે-સાથે પશ્ચિમી કંપનીઓ જેવી કે શેવરોન, એક્સોનમોબિલ અને શેલ પણ સામેલ છે. આ પાઇપલાઇન કઝાખસ્તાનના કુલ ઓઇલ નિકાસમાં ૮૦ ટકાનું વહન કરે છે. તેની સાથે તે વૈશ્વિક સપ્લાયરમાં એક ટકા હિસ્સાનો ફાળો આપે છે. ટ્રાન્સનેફ્ટ મુજબ આ પાઇપલાઇનથી  ગયા વર્ષે 63 મિલિયન ટન ઓઇલનું વહન કરાયું હતું. તેમા લગભગ ૭૫ ટકા હિસ્સો પશ્ચિમી કંપનીઓ દ્વારા પંપ કરાયો હતો. રશિયાએ પણ યુક્રેન પર ડ્રોન હુમલા જારી રાખ્યા છે. યુક્રેનના લશ્કરનું કહેવું હતું કે રશિયાના ૧૭૬ ડ્રોન ત્રાટક્યા હતા. તેમાના મોટાભાગના ડ્રોન ખતમ કરી દેવાયા હતા.

Reporter: admin

Related Post