તાપી :જિલ્લામાં અને ઉપરવાસના વિસ્તારોમાં પડેલા ભારે વરસાદને પગલે ઉકાઈ ડેમમાં પાણીની નોંધપાત્ર આવક થઈ રહી છે.
આ આવકને કારણે ડેમની જળસપાટી 335.65 ફૂટ સુધી પહોંચી ગઈ છે, જે નિયમન સપાટીની નજીક છે. ડેમમાં પાણીની આવકને નિયંત્રિત કરવા માટે ઉકાઈ ડેમના 3 દરવાજા 3 ફૂટ ખોલવામાં આવ્યા છે, અને હાલમાં 40,194 ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. ડેમના અધિકારીઓ દ્વારા જેટલું પાણી આવે છે, એટલું જ પાણી નદીમાં છોડીને જળસપાટીને નિયંત્રણમાં રાખવામાં આવી રહી છે.
Reporter: admin







