News Portal...

Breaking News :

આઇસર ટ્રકે બાઈકને ટક્કર મારતા બાબરીના પ્રસંગમાં જતા બે યુવાનોના મોત

2025-06-07 17:22:44
આઇસર ટ્રકે બાઈકને ટક્કર મારતા બાબરીના પ્રસંગમાં જતા બે યુવાનોના મોત


વડોદરા  : સાવલી તાલુકાના રાણીયા ગામ પાસે એક આઇસર ટ્રકે બાઈકને ટક્કર મારતા બાબરીના પ્રસંગમાં જતા બે યુવાનોના ઘટનાસ્થળે કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા.


 


આ અંગેની વિગત એવી છે કે ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં કંથરાઈ ગામે રહેતા મહેશ નરવતસિંહ ચૌહાણ ઉંમર વર્ષ 35 તેમજ કેતન મહેન્દ્રસિંહ પરમાર ઉંમર વર્ષ 19 બંને બાઈક લઈને ઘેરથી નીકળી વડોદરા નજીક આવેલા સાકરદા ગામે બાબરીમાં જતા હતા. તે વખતે રાણિયા ગામ પાસે મહાદેવ ત્રણ રસ્તા નજીક આવતા એક આઇસરે બાઈકને જોરદાર ટક્કર મારતા બંને યુવાનો રોડ પર ફંગોળાયા હતા અને બંનેના ઘટનાસ્થળ પર જ મોત નીપજ્યા હતા અકસ્માત બાદ આઇસર મૂકીને ચાલક ફરાર થઈ ગયો હતો.

Reporter: admin

Related Post