વડોદરાઃ ગોરવાની ક્રિષ્ના જ્વેલર્સના સંચાલક પરિવારે બે મહિલા સાથે છેતરપિંડી કરતાં તેમણે ફરિયાદ નોંધાવી છે.
કોયલીના એકતા નગરમાં રહેતા યાસ્મિન બેન રાણાએ કહ્યું છે કે,મારા ભાઇના લગ્ન નિમિત્તે ક્રિષ્ના જ્વેલર્સના શાંતિલાલ સોની અને અન્ય સંચાલકોને ૧.૪૦લાખ અને ૫.૮ ગ્રામની બુટ્ટી આપ્યા હતા.આવી જ રીતે ગોરવા હા.બોર્ડના ટ્વિન્કલ પારેખે ૧૯૯૦૦ આપ્યા હતા.
પરંતુ ત્યારબાદ સંચાલક શાંતિલાલ સોની,સુરેશ શાંતિલાલ,દર્શન શાંતિલાલ અને રામેશ્વર શાંતિલાલ (તમામ રહે.વ્રજ વિહાર સોસાયટી,હરણી)એ વાયદા કરી દાગીના બનાવી આપ્યા નહતા.જેથી ગોરવા પોલીસે ચારેય સામે ગુનો નોંધ્યો છે.
Reporter: admin







