જમ્મુ કાશ્મીરમાં છેલ્લા ત્રણ દિવસમાં ત્રણ સ્થળે રિયાસી, કઠુઆ અને ડોડામાં સતત આતંકવાદી હુમલા થયા છે. હવે રાજૌરીના નૌશેરા સેક્ટરમાં બે આતંકવાદીઓ દેખાયા હોવાનો મામલો સામે આવ્યો છે.
ભારતીય સુરક્ષા દળોએ અહીં સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે.વધારાના સુરક્ષા દળો તૈનાત કરી દેવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં જમ્મુમાં ચાર સ્થળોએ એકસાથે મેગા કોમ્બિંગ ઓપરેશન હાથ ધરાઈ રહ્યું છે.સૌથી પહેલાગત 9 જૂને જમ્મુ- કાશ્મીરના રિયાસીમાં આતંકવાદીઓએ તીર્થયાત્રીઓની બસ પર ઘાતકી હુમલો કર્યો હતો. આ હુમલો 9 જૂને સાંજે 6:15 વાગ્યાની આસપાસ થયો હતો.
આતંકવાદીઓએ બસ પર ફાયરિંગ કર્યું હતું ત્યારબાદ બસ બેકાબુ થઈને ઊંડી ખાઈમાં ખાબકી હતી. બસ પર હુમલો કરનાર આતંકવાદીઓ પહાડી વિસ્તારમાં છુપાયેલા હતા.ત્યારબાદ મંગળવારે જમ્મુ-કાશ્મીરના કઠુઆના એક ગામમાં આતંકવાદી ઘૂસી આવ્યા હતા. આતંકવાદીઓ અને સુરક્ષાબળો વચ્ચે અથડામણમાં અત્યાર સુધીમાં બે આતંકવાદીઓને ઠાર કરી દેવામાં આવ્યા છે. સર્ચ ઓપરેશનને વધુ ઝડપી બનાવી દેવામાં આવ્યું છે.
Reporter: News Plus