News Portal...

Breaking News :

કૂપવાડાના કેરન સેક્ટરમાં બે આતંકીઓ ઠાર મરાયા

2025-11-08 10:01:26
કૂપવાડાના કેરન સેક્ટરમાં બે આતંકીઓ ઠાર મરાયા


કૂપવાડા: જમ્મુ-કાશ્મીરના કૂપવાડાના કેરન સેક્ટરમાં ભારતીય જવાનો અને આતંકીઓ વચ્ચે જોરદાર અથડામણ સર્જાઈ હતી જેમાં બે આતંકીઓ ઠાર મરાયાના અહેવાલ સામે આવયા છે. 


7 નવેમ્બરે ગુપ્તચર એજન્સીઓના રિપોર્ટના આધારે કૂપવાડાના કેરન સેક્ટરમાં એક સંયુક્ત ઓપરેશન હાથ ધરાયું હતું. માહિતી અનુસાર એલર્ટ સૈનિકોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો હતો. આ દરમિયાન આતંકીઓની શંકાસ્પદ પ્રવૃત્તિઓનો ઈશારો મળતાં ગોળીબાર શરૂ થયો હતો. જેમાં બે આતંકીઓ ઠાર મરાયા હતા. હજુ પણ વિસ્તારમાં ઘણા આતંકીઓ એક્ટિવ હોવાની જાણકારી મળી રહી છે અને અથડામણની સ્થિતિ હજુ યથાવત્ છે.

Reporter: admin

Related Post