વડોદરાઃ દિવાળીપુરામાં રહેતા ચંદ્રિકાબેન પેન્ટર ગઇ તા.૭મીએ સવારે રિક્ષામાં દિવાળીપુરા જતા હતા
ત્યારે અગાઉથી જ અંદર બે મહિલા સહિત ચાર જણા બેઠા હતા અને તેમણે ચંદ્રિકાબેનને વચ્ચે બેસાડયા હતા.દિવાળીપુરા ને બદલે નવી કોર્ટ તરફ રિક્ષા લેતાં મહિલાએ વાંધો લીધો હતો.જેથી તેને ઉતારી દીધી હતી.આ વખતે સવા બે તોલાનો અછોડો ગાયબ હતો.ક્રાઇમ બ્રાન્ચે આ ગુનામાં સીસીટીવી ફૂટેજ અને અન્ય સોર્સને આધારે વાડી શાસ્ત્રી બાગ પાસે રિક્ષામાં નવો શિકાર શોધી રહ્યા હોય તે રીતે બેઠેલા રવિ રાજુભાઇ તરટીયા (દંતાણી)(પરિવહન વસાહત,આણંદ રેલવે સ્ટેશન પાસે) અને સુનિલ ચંદુભાઇ ચૂડાસમા (રઘુવીરનગર મંડી,દિલ્હી મૂળ રાજકોટ)ને ઝડપી પાડયા હતા. તેમની પાસેથી તૂટેલી ચેન મળી આવતાં પૂછપરછ દરમિયાન ઉપરોક્ત મહિલાને વાતોમાં ફસાવી કટરથી ચેન કાપી હોવાની કબૂલાત કરી હતી.
Reporter: admin







