પ્રોહીબીશનના બે આરોપીઓની પોલીસે પાસા હેઠળ અટકાત કરીને રાજ્યની જુદી જુદી જેલમાં ધકેલાયા
ગુનાહિત ઇતિહાસ ધરાવતા અને પ્રોહી બુટલેગરો સામે લાલ આંખ કરતાં પોલીસ વિભાગે ત્રણ માસ પૂર્વે લાખો રૂપિયાના વિદેશી શરાબ સાથે ઝડપાયેલા બે બુટલેગરોની હરણી પોલીસે પાસા હેઠળ અટકાયત કરીને રાજ્યની જુદી જુદી જેલમાં મોકલી આપ્યા છે.
આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈને શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા માથાભારે શખ્સો પર ચાપતી નજર રાખીને પોલીસે ધરપકડનો દોર શરૂ કર્યો છે. દરમિયાનમાં ગત તારીખ 8/1/24 ના રોજ હરણી વિસ્તારમાંથી વિદેશી શરાબના જથ્થા સાથે એક કન્ટેનરને પોલીસે ઝડપી પાડ્યું હતું. પોલીસે પ્રોહીબીશનના ગુનામાં બે શખ્સોની ધરપકડ કરી હતી.
જેમાં આરોપી રાકેશ ધાણક અને ધર્મેન્દ્ર શર્માની ધરપકડ કરીને સ્થળ પરથી રૂપિયા 13,39200 ની કિંમત નો વિદેશી શરાબનો જથ્થો તથા કન્ટેનર મળીને કુલ રૂપિયા 23,55,980/- નો મુદ્દા માલ કબજો લીધો હતો.આ અસામાજિક પ્રવૃત્તિ ઓને અંકુશમાં લાવવા માટે શહેર પોલીસ કમિશનના આદેશથી હરણી પોલીસે બંને આરોપીઓને પાસા વોરંટની બજવણી કરી બંનેની પાસા હેઠળ અટકાયત કરીને આરોપી રાકેશ ધાણક રહે. હરીયાણાને પાલનપુરની જેલમાં તથા આરોપી ધર્મેન્દ્ર શર્મા રહે, ન્યુ દિલ્હીને મહેસાણાની જેલમાં મોકલી દેવાયો છે.
Reporter: News Plus