હાલોલા મા રામનવમીના પાવન પર્વને અનુલક્ષીને કંજરીના પ્રસિદ્ધ શ્રી રામજી મંદિર ખાતેથી ભવ્ય શોભાયાત્રા યોજાઈ ધારાસભ્ય સહિત રાજવી પરિવારે શોભાયાત્રાનું સ્વાગત કરી પૂજામાં જોડાયા.
મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ જન્મોત્સવના પાવન પર્વ શ્રી રામનવમીની આજે હાલોલ તાલુકાના કંજરી ગામે આવેલ પંથકના પ્રસિદ્ધ શ્રી રામજી મંદિર ખાતે રંગે ચંગે ભવ્યતાથી ઉજવણી કરવામાં આવી હતી જેમાં કંજરીના શ્રી રામજી મંદિરના પરમ પૂજ્ય મહંત શ્રી રામશરણદાસ મહારાજની આગેવાની અને માર્ગદર્શન હેઠળ તેમજ તેઓની પાવન ઉપસ્થિતિમાં આજે રામનવમીના પર્વને અનુલક્ષીને સવારે 9:00 કલાકથી બપોરે 1:00 વાગ્યા સુધીમાં રામજી ભગવાનની પૂજા અર્ચના શોભાયાત્રા મહાઆરતી અને મહાપ્રસાદી જેવા કાર્યક્રમો યોજાયા હતા.
જેમાં રાજા રજવાડાઓના સમયના કંજરી સ્ટેટ ગણાતા કંજરી ગામે પરમ પૂજ્ય શ્રી રામશરણદાસ મહારાજની અધ્યક્ષતામાં ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી જે શોભાયાત્રામાં અનેક નામી અનામી હસ્તીઓ સહિત મોટી સંખ્યામાં રામ ભક્તો જોડાયા હતા જેમાં વાજતે ગાજતે શ્રી રામજી ભગવાનના સ્તુતિ ભજનો અને ગુણગાન કરતી શોભાયાત્રા કંજરી ગામના વિવિધ માર્ગો પર ફરી કંજરી સ્ટેટના રાજવી પરિવારના નિવાસસ્થાન દરબારગઢ હવેલી ખાતે પહોંચી હતી જેમાં દરબારગઢ ખાતે હાલોલના સ્થાનિક ધારાસભ્ય અને રાજવી પરિવારના મોભી જયદ્રથસિંહજી પરમાર સહિત તેઓના સુપુત્ર અને કંજરી સ્ટેટ યુવરાજ મયુરધ્વજસિંહ પરમાર સહિત રાજવી પરિવારના લોકોએ શોભાયાત્રાનું દર વર્ષની જેમ પરંપરાગત રીતે ઉષ્માભેર સ્વાગત કરી રથમાં બિરાજમાન ભગવાન શ્રી રામજીની પૂજા અર્ચના કરી હતી જે બાદ શોભાયાત્રા પરત શ્રી રામજી મંદિર ખાતે પહોંચી હતી જ્યાં બપોરે 12:00 વાગ્યાના સુમારે મહંત શ્રી પરમ પૂજ્ય રામશરણદાસ મહારાજ દ્વારા શ્રી રામજી ભગવાનની મહાઆરતીનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા અને ધન્ય થયા હતા જે બાદ ઉપસ્થિત તમામ રામ ભક્તો માટે રામજી મંદિરના પ્રાંગણમાં મહાપ્રસાદીનો પણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં મસ્તી તમામ રામ ભક્તોએ મહાપ્રસાદીનો લહાવો લઇ મહાપ્રસાદી આરોગી ધન્ય બન્યા હતા.
...
Reporter: News Plus