News Portal...

Breaking News :

ગુજરાતી સહિત બેની ધરપકડ કરી અંદાજે 12 કરોડ રૂપિયાનો ગાંજો જપ્ત

2025-07-10 14:42:29
ગુજરાતી સહિત બેની ધરપકડ કરી અંદાજે 12 કરોડ રૂપિયાનો ગાંજો જપ્ત


મુંબઈ:  છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનૅશનલ ઍરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગના એઆઈયુ અને ડીઆરઆઈએ કરેલી બે અલગ અલગ કાર્યવાહીમાં ગુજરાતી સહિત બેની ધરપકડ કરી અંદાજે 12 કરોડ રૂપિયાનો ગાંજો જપ્ત કર્યો હતો.




ધરપકડ કરાયેલા બન્ને આરોપીની ઓળખ શૈલેષ ઉકાભાઈ વાંકર (26) અને મુનીર કુઝિયીલ (41) તરીકે થઈ હતી. શૈલેષ ગુજરાતના ગાંધીનગર ખાતે ઉમિયાનગરનો વતની છે, જ્યારે મુનીર કેરળનો રહેવાસી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.મલયેશિયા ઍરલાઈનની ફ્લાઈટમાં મલયેશિયાથી આવનારા પ્રવાસી શૈલેષ પાસે પ્રતિબંધિત ડ્રગ્સ હોવાની માહિતી ઍર ઈન્ટેલિજન્સ યુનિટ (એઆઈયુ)ને મળી હતી. 


માહિતીને આધારે મંગળવારની રાતે મુંબઈ ઍરપોર્ટ પર શૈલેષને રોકવામાં આવ્યો હતો. તેની પાસેની ટ્રોલી બૅગની તપાસ કરવામાં આવતાં કપડાંની વચ્ચે સંતાડેલાં પ્લાસ્ટિકનાં પાંચ પૅકેટ્સ મળી આવ્યાં હતાં.

Reporter: admin

Related Post